સીએની ફાઈનલ પરીક્ષાનું પરિણામ જાહેર
Live TV
-
ICAI દ્વારા CA ફાઈનલ પરીક્ષામાં અમદાવાદ સેન્ટરમાંથી 13 વિદ્યાર્થીઓ ઉતીર્ણ
ICAI દ્વારા CA ફાઈનલ પરીક્ષાનું પરિણામ જાહેર થયું છે. જૂના અને નવા કોર્સનું મળીને એકંદર 24.89 ટકા પરિણામ આવ્યું છે. બંને અભ્યાસક્રમમાં મળીને અમદાવાદ સેન્ટરમાંથી 13 વિદ્યાર્થીઓ ઉતીર્ણ થયા છે, જેમાં જૂના અભ્યાસક્રમ ટોપ ફિફ્ટીમાં અમદાવાદ સેન્ટરના 10 અને નવા અભ્યાસ ક્રમમાં ટોપ ફિફ્ટીમાં નવા અભ્યાસક્રમમાં ત્રણ ઉમેદવારો ઉતીર્ણ થયા છે. આગમ દલાલે દેશમાં બીજો રેન્ક મેળવ્યો છે, તો નવા અભ્યાસક્રમમાં સાગર શાહે સાતમો રેન્ક મેળવ્યો છે. સુરતના પ્રીત શાહે દેશભરમાં પ્રથમ ક્રમ મેળવ્યો છે. બારમાં ધોરણ પછી સીએ કરનાર પ્રીતે પ્રથમ પ્રયત્નમાં આ સફળતાં હાંસલ કરી હતી. રોજની બે કલાક નિયમીત અને ક્લાસીસની સાથે સાથે આર્ટીકલશીપમાં પ્રેક્ટીલ મહેનત કરવા પર ભાર આપનાર પ્રીતે પોતાની સફળતામાં તેમના શિક્ષક જયને તથા પરિવારને યશ આપ્યો હતો. પ્રીત શાહ આગળ આઈઆઈએમમાં અભ્યાસ કરવા માંગે છે. એક વર્ષ પહેલાજ અમલમાં આવેલા સીએના નવા કોર્ષમાં વિદ્યાર્થીઓ માટે નવા ચેલેન્જ હતા, તેમાં પણ ખાસ જીએસટી , રેરા સહિતના નવા ઇમ્પલીમેન્ટ વિદ્યાર્થીઓ ની સાથે ટીચરો માટે પણ એક ચેલેન્જ હતો અને તે ચેલેન્જ સુરતના શિક્ષકે લઇ પ્રીતને તૈયારી કરાવી હતી.
