રાફેલ સોદા મુદ્દે સંસદમાં રાહુલ ગાંધીના નિવેદનથી વિવાદ
Live TV
-
કોંગ્રેસના અધ્યક્ષ રાહુલ ગાંધીએ લોકસભામાં અવિશ્વાસના પ્રસ્તાવની ચર્ચા દરમ્યાન સરકાર પર ગંભીર આક્ષેપો મૂક્યા હતા. જો કે બાદમાં ફ્રાન્સ સરકારે સત્તાવાર નિવેદન બહાર પાડીને રાહુલ ગાંધીએ કરેલા આક્ષેપોને રદિયો આપ્યો હતો. ફ્રાન્સ સરકાર દ્વારા જણાવવામાં આવ્યું હતું કે રાફેસ સોદાની જોગવાઈ અનુસાર સોદાની વિગતો જાહેર કરી શકાતી નથી. 2008માં સુરક્ષાના કરાર હેઠળ સોદાની વિગતો ગુપ્ત રાખવાનો નિર્ણય લેવાયો હતો.
સંરક્ષણ મંત્રી નિર્મલા સીતારમણે રાહુલ ગાંધીના આક્ષેપોને ગેરમાર્ગે દોરનારા ગણાવ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે ફ્રાન્સ સરકાર સાથે ગુપ્તતાનો કરાર એનડીએ નહીં પણ યુપીએના શાસનકાળ દરમ્યાન કરવામાં આવ્યો હતો. આ અગાઉ રાહુલ ગાંધીએ તેમના ભાષણ દરમ્યાન દાવો કર્યો હતો કે ફ્રાન્સના પ્રમુખે મને જણાવ્યું હતું કે રાફેલ સોદાને લઈને બન્ને દેશો વચ્ચે કોઈ સિક્રેટ ડીલ થઈ નથી. રાહુલ ગાંધીના નિવેદન બાદ સંસદમાં ભારે હોબાળો મચ્યો હતો. ભાજપના સાંસદ પ્રહલાદ જોશીએ તથ્ય અને પુરાવા વિના આક્ષેપ કરવા બદલ રાહુલ ગાંધી વિરુદ્ધ વિશેષાધિકાર ભંગની નોટીસ આપી હતી. બાદમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પણ રાફેલ સોદા મુદ્દે રાહુલ ગાંધી પર બેજવાબદારીભર્યું નિવેદન આપવાનો આક્ષેપ મૂક્યો હતો.
