Skip to main content
Settings Settings for Dark

Happy New Year 2024: નવા વર્ષ 2024નું હર્ષોલ્લાસ સાથે લોકોએ કર્યું સ્વાગત

Live TV

X
  • દેશભરમાં લોકોએ 2023ને વિદાય આપતાં નવા વર્ષ 2024નું હર્ષોલ્લાસ સાથે સ્વાગત કર્યું. આ અવસરે મોટી સંખ્યામાં લોકો ધાર્મિક સ્થળો ઉપર પ્રાર્થના કરતા નવા વર્ષનું સ્વાગત કરતા જોવા મળ્યા.

    દેશભરમાં લોકોએ 2023ને વિદાય આપતાં નવા વર્ષ 2024નું હર્ષોલ્લાસ સાથે સ્વાગત કર્યું. આ અવસરે મોટી સંખ્યામાં લોકો ધાર્મિક સ્થળો ઉપર પ્રાર્થના કરતા નવા વર્ષનું સ્વાગત કરતા જોવા મળ્યા. અમૃતસરના સુવર્ણમંદિરમાં શ્રદ્ધાળુઓએ પ્રાર્થના સાથે નવા વર્ષનું સ્વાગત કર્યું. વારાણસીના દશાશ્વમેઘ ઘાટ ઉપર ગંગા આરતી અને સૂર્ય પૂજા કરવામાં આવી. તો મુંબઈના શ્રી સિદ્ધિવિનાયક ગણપતિ મંદિરમાં તેમજ દિલ્લીના કનોટ પ્લેસ સ્થિત હનુમાન મંદિરમાં નવા વર્ષની પહેલી આરતી કરવામાં આવી. ઉજ્જૈના શ્રી મહાકાલેશ્વર મંદિરમાં નવા વર્ષની પહેલી ભસ્મ આરતી થઈ. 

    રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ અને ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે દેશવાસીઓને નવા વર્ષની શુભકામનાઓ પાઠવી છે. રાષ્ટ્રપતિ મુર્મૂ અને ઉપરાષ્ટ્રપતિએ કહ્યું છે કે વર્ષ 2024 સૌ લોકો માટે પ્રસન્નતા, શાંતિ અને સમૃદ્ધિ લઈને આવે. વધુમાં કહ્યું કે પ્રજાએ રાષ્ટ્રની પ્રગતિ માટે પોતાનું યોગદાન આપતા રહેવું જોઈએ. રાષ્ટ્ર અને સમાજને સમૃદ્ધ બનાવવાની શપથ લેવી જોઈએ. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 11-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-05-2026 Max Temp : °C Min Temp : °C
apply