આજથી ફરી શરૂ થશે પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના, 81 કરોડ ગરીબોને મળશે લાભ
Live TV
-
પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના આજથી ફરી શરૂ થઈ રહી છે.
પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના આજથી ફરી શરૂ થઈ રહી છે. જે અંતર્ગત આજથી આગામી પાંચ વર્ષ સુધી લાભાર્થીઓને ફરીથી નિઃશુલ્ક અનાજ મળશે. આ યોજના અંતર્ગત 81 કરોડથી વધુ ગરીબોને પાંચ કિલોગ્રામ અનાજ નિઃશુલ્ક આપવામાં આવે છે. જ્યારે અંત્યોદય પરિવારોને દર મહિને 35 કિલોગ્રામ અનાજ નિઃશુલ્ક આપવામાં આવે છે. જેના દ્વારા એક રાષ્ટ્ર, એક રાશનકાર્ડ અંતર્ગત સમાન રીતે આ કાર્યનું અમલીકરણ સુનિશ્ચિત થશે. કેન્દ્ર સરકારે નવેમ્બરમાં આ યોજનાને આગળ વધારવાની મંજૂરી આપી હતી.
