કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે મધ્યપ્રદેશની મુલાકાતે, સાયબર તહેસીલ યોજના કરશે લોન્ચ
Live TV
-
મધ્યપ્રદેશમાં જમીનનું રજીસ્ટ્રેશન અને ટ્રાન્સફરની પ્રક્રિયાને સરળ બનાવવા માટે આજે સાયબર તહેસીલ પ્રણાલી લોન્ચ કરવામાં આવશે.
મધ્યપ્રદેશમાં જમીનનું રજીસ્ટ્રેશન અને ટ્રાન્સફરની પ્રક્રિયાને સરળ બનાવવા માટે આજે સાયબર તહેસીલ પ્રણાલી લોન્ચ કરવામાં આવશે. કેન્દ્રીય ગૃહમંત્રી અને સહકારિતા મંત્રી અમિત શાહ મુખ્યમંત્રી મોહન યાદવની ઉપસ્થિતિમાં સાયબર તહેસીલ પ્રણાલીનું ઉદ્દઘાટન કરશે.
સાયબર તહેસીલ પ્રણાલી અરજદારોને આધુનિક ટેક્નોલોજીનો ઉપયોગ કરીને કોઈપણ અલગ અરજી વિના 15 દિવસની અંદર પારદર્શક રીતે માલિકીનું રજીસ્ટ્રેશન અને ટ્રાન્સફર કરવાની સુવિધા આપશે. પ્રથમ ચરણમાં આ પ્રક્રિયા માત્ર પ્રોપર્ટી અંગે કોઈ કેસ ચાલતો ન હોય અને જ્યાં સંપૂર્ણ પ્લોટનું વેચાણ થવાનું હોય તેવા મામલામાં જ લાગુ કરવામાં આવશે.
