HRD મંત્રાલયે જેએનયુમાં સામાન્ય કામગીરી પુન: શરૂ કરવા સમિતિની રચના કરી
Live TV
-
સમિતિમાં યુજીસીના ભૂતપૂર્વ અધ્યક્ષ વી.એસ.ચૌહાણ, એઆઈસીટીઇના અધ્યક્ષ અનિલ સહસ્રબુધ્ધે અને યુજીસી સચિવ રજનીશ જૈન શામેલ છે.
માનવ સંસાધન વિકાસ મંત્રાલયે જેએનયુની સામાન્ય કામગીરી પુન: શરૂ કરવા માટે ભલામણ કરવા આજે ત્રણ સભ્યોની સમિતિની રચના કરી. મંત્રાલયના એક આદેશમાં કહેવામાં આવ્યું છે કે સમિતિ તમામ હિતધારકો સાથે વાતચીત કરશે અને વિવાદાસ્પદ પ્રશ્નોના નિરાકરણ માટે યુનિવર્સિટી પ્રશાસનને સલાહ આપશે. પેનલમાં યુજીસીના ભૂતપૂર્વ અધ્યક્ષ વી.એસ.ચૌહાણ, એઆઈસીટીઇના અધ્યક્ષ અનિલ સહસ્રબુધ્ધે અને યુજીસી સચિવ રજનીશ જૈન શામેલ છે.
સમિતિ તાત્કાલિક ધોરણે વિદ્યાર્થીઓ અને યુનિવર્સિટી વહીવટીતંત્ર સાથે વાતચીત શરૂ કરશે અને જે પગલાં લેવામાં આવશે તેની ભલામણો રજૂ કરશે. યુજીસી સમિતિના કામકાજ માટે જરૂરી સહાય પૂરી પાડશે. જેએનયુના વિદ્યાર્થીઓ છાત્રાલયની ફી વધારા અને ડ્રેસ કોડ માટેની જોગવાઈઓ ધરાવતી માર્ગદર્શિકા સામે લગભગ ત્રણ અઠવાડિયાથી વિરોધ કરી રહ્યા છે. યુનિવર્સિટીની એક્ઝિક્યુટિવ કાઉન્સિલે ફક્ત બી.પી.એલ. વર્ગના વિદ્યાર્થીઓને અને કોઈ શિષ્યવૃત્તિ ન મેળવવા માટે ફીમાં આંશિક રોલબેક જાહેર કરી હતી
