HumanRightsDay : આજે વિશ્વ માનવ અધિકાર દિવસની ઉજવણી
Live TV
-
માનવ અધિકાર વિરુધ્ધની તમામ નકારાત્મક શક્તિઓ સામે ઉભા રહેવાનો આ સમય
1948થી દર વર્ષે 10મી ડિસેમ્બરે વિશ્વભરમાં માનવ અધિકાર દિવસની ઉજવણી કરવામાં આવે છે. કારણ કે આ દિવસે સંયુક્ત રાષ્ટ્ર(UN)એ માનવ અધિકાર માટેનાં સાર્વભોમ ઘોષણાપત્રને સ્વીકૃતિ આપી હતી. મનુષ્યનો જન્મ થતાં માનવ તરીકે તેને કેટલાક જન્મસિદ્ધ અધિકારો આપોઆપ મળે છે. આવા અધિકારો કોઇ આપતું નથી અને કોઇ છીનવી પણ શકતું નથી. આમ માનવ જીવને અર્થપૂર્ણ, સંતોષ જનક અને ગૌરવવાન બનાવે તેવા મુખ્ય અધિકારો અને તેવા પ્રકારનાં સ્વાતંત્રયને માનવ અધિકાર કહી શકાય. માનવ જે તક મેળવવા માટે સક્ષમ છે. તે તક તેને મળે, ભયથી મુક્તિ મળે, તેના અધિકારો ઝૂંટવાય નહી તેવી મુળભૂત આકાંક્ષાઓ છે. આજે એટલેકે, 10 ડિસેમ્બરને માનવ અધિકાર દિવસ તરીકે ઉજવવામાં આવે છે. માનવ અધિકાર દિવસે UNનાં મહાસચિવ એન્ટોનિયો ગુટરેઝે કહ્યું કે આજે સમગ્ર વિશ્વમાં માનવ અધિકારો પ્રત્યે એક પ્રકારે દ્વેષનું વાતાવરણ જન્મી ગયું છે. માનવ અધિકાર વિરુધ્ધની તમામ નકારાત્મક શક્તિઓ સામે ઉભા રહેવાનો આ સમય છે.
