ઝારખંડઃ 3જા તબક્કાની વિધાનસભા ચૂંટણી માટે પ્રચારનો આજે અંતિમ દિવસ
Live TV
-
ઝારખંડમાં ત્રીજા તબક્કાની વિધાનસભા ચૂંટણી માટેના પ્રચારનો આજે અંતિમ દિવસ છે. અંતિમ દિવસ હોવાથી તમામ પાર્ટીઓના નેતાઓ પ્રચાર અભિયાન જોરશોરથી ચલાવી રહ્યા છે.
ત્રીજા તબક્કામાં 8 જિલ્લાની 17 સીટો માટે ગુરુવારે મતદાન થશે. તમામ પાર્ટીઓના સ્ટાર પ્રચારકો અને વરિષ્ઠ નેતાઓ પોત પોતાના ઉમેદવારોને સમર્થન આપી પ્રચારમાં લાગી ગયા છે. જેએમએમના નેતા હેમંત સોરેન આજે દુમકા, ધનબાદ અને દેવઘરમાં ચૂંટણી રેલીઓને સંબોધિત કરશે.
પૂર્વ મુખ્યમંત્રી અને જેવીએમ પ્રમુખ બાબુલાલ મરાંડી પણ આજે રાજ્યમાં ઘણા સ્થળોએ ચૂંટણી સભાને સંબોધિત કરશે. સોમવારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પણ બોકારો અને હજારીબાગમાં રેલીને સંબોધિત કરી હતી. રાજ્યમાં કુલ 81 સીટો માટે પાંચ તબક્કામાં મતદાન થશે.
આ વિધાનસભા ચૂંટણીની મતગણતરી 23 ડિસેમ્બરે કરવામાં આવશે. 12 ડિસેમ્બરે 17 વિધાનસભાની સીટો માટે મતદાન થશે, જેના માટેના પ્રચારનો આજે અંતિમ દિવસ હતો. બપોરે 3 વાગ્યા પછી પ્રચારના પડઘમ શાંત થઈ ગયા હતા.
