Skip to main content
Settings Settings for Dark

IndiaFightCorona : ભારતમાં સાજા થયેલા દર્દીઓની કુલ સંખ્યા 30 લાખને પાર થઈ ગઈ

Live TV

X
  • વેન્ટિલેટર પર 0.5% થી ઓછા, આઇસીયુમાં 2% અને ઓક્સિજન સપોર્ટ પર 3.5% કરતા ઓછા દર્દીઓ

    કેન્દ્રની ટેસ્ટ ટ્રેક ટ્રીટ વ્યૂહરચનાનો એક લક્ષ્ય એ કોવિડ મૃત્યુદર ઘટાડવાનો અને મૃત્યુદરને નીચો રાખવાનો છે. જીવ બચાવવા માટે સાજા થયેલાઓની વધુ સંખ્યા ટકાવી રાખવા અને ક્લિનિકલ ટ્રીટમેન્ટ પ્રોટોકોલ્સને મજબૂત બનાવવા માટે એકસરખી પ્રમાણભૂત તબીબી સંભાળ આપવા માટે સખત ધ્યાન આપવામાં આવ્યું છે.

    ભારતનો મૃત્યુદર વૈશ્વિક સરેરાશ કરતા નીચો છે અને ક્રમિક ક્રમશ ઘટી રહ્યો છે (વર્તમાન આંકડો 1.74% છે), પરંતુ સક્રિય કેસમાં ખૂબ જ ઓછા કેસ 0.5% વેન્ટિલેટર સપોર્ટ પર છે. ડેટા એ પણ બતાવે છે કે 2% કેસ આઇસીયુમાં છે અને 3.5% કરતા ઓછા સક્રિય કેસ ઓક્સિજન સપોર્ટે બેડ પર છે.

    આ સુવિધાઓના પરિણામ સ્વરૂપે ભારતની કોવિડ-19માંથી સાજા થયેલા કુલ દર્દીઓની સંખ્યા આજે 30 લાખ (30,37,151) ને પાર થઇ ગઈ છે.

    છેલ્લા 24 કલાકમાં 66,659 ની સાજા થયેલા દર્દીઓની સંખ્યા સાથે, ભારતે સતત 8મા દિવસે 60000થી વધુ સાજા થયેલા દર્દીઓની સંખ્યાએ તેની ગતિવિધિ ચાલુ રાખતા કોવિડ-19માંથી દર્દીઓનો સાજા થવાનો દર 77.15% છે જે દર્શાવે છે કે પાછલા ઘણા મહિનાઓથી સાજા થતા દર્દીઓની સંખ્યા સતત વધી રહી છે.

    સાજા થયેલા કુલ દર્દીઓની વધુ સંખ્યા પણ સાજા થયેલા કેસ અને સક્રિય કેસ વચ્ચેના તફાવતમાં સતત વૃદ્ધિ તરફ દોરી ગઈ છે. આજ સુધી આ તફાવત 22 લાખને પાર કરી ગયો છે. તેથી સુનિશ્ચિત થયું છે કે દેશનું વાસ્તવિક કેસ ભારણ અર્થાત સક્રિય કેસ (8,31,124 જે સક્રિય તબીબી સંભાળ હેઠળ છે) માં ઘટાડો થયો છે અને હાલમાં કુલ પોઝિટીવીટી દરના ફક્ત 21.11% છે.

    કોવિડ-19 સંબંધિત ટેકનિકલ પ્રશ્નો, માર્ગદર્શિકાઓ અને સલાહ સૂચનો અંગે પ્રમાણભૂત અને અપડેટેડ માહિતી માટે કૃપા કરીને આ વેબસાઇટની નિયમિત મુલાકાત લો: https://www.mohfw.gov.in/ અને @MoHFW_INDIA.

    કોવિડ-19 સંબંધિત કોઇપણ ટેકનિકલ પ્રશ્નો technicalquery[dot]covid19[at]gov[dot]in પર અને અન્ય પ્રશ્નો ncov2019[at]gov[dot]in અને @CovidIndiaSeva પર મોકલી શકો છો.

    જો કોવિડ-19 સંબંધિત કોઇપણ પ્રશ્ન હોય તો, કૃપા કરીને આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયના હેલ્પલાઇન નંબર: +91-11-23978046 અથવા 1075 (ટૉલ ફ્રી) પર કૉલ કરો. કોવિડ-19 અંગે રાજ્યો/ કેન્દ્ર શાસિત પ્રદેશોના હેલ્પલાઇન નંબરોની યાદી https://www.mohfw.gov.in/pdf/coronvavirushelplinenumber.pdf પર ઉપલબ્ધ છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 05-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-05-2026 Max Temp : °C Min Temp : °C
apply