INS વિરાટ મ્યુઝિયમમાં ફેરવાય તેવી શક્યતા
Live TV
-
દેશની આન બાન અને શાન ગણાતું અને વર્ષ 2017માં સેવા નિવૃત કરી દેવાયેલું આઈએનએસ વિરાટ જહાજ સંગ્રહાલયમાં ફરેવાઈ શકે છે. તાજેતરમાં જ આઈએનએસ વિરાટની રિ-સાયકલિંગ માટે શ્રીરામ ગ્રૂપ દ્વારા 38.54 કરોડ રૂપિયામાં ખરીદી કરવામાં આવી હતી.
આ જહાજને હવે રૂ.100 કરોડમાં વેચાણ કરી તેનું મ્યુઝિયમ બનાવવા માટેની ગતિવિધિ શરૂ કરવામાં આવી છે. આ ગ્રુપ આઈએનએસ વિરાટને સવાસો કરોડ રૂપિયામાં વેચવા તૈયાર થયું છે. શ્રીરામ ગ્રૂપના મુકેશ પટેલે આ અંગે જણાવ્યું હતું કે, આ જહાજ ખરીદીને સંગ્રહાલયમાં ફેરવવા માટે મુંબઈ સ્થિત એક કંપની તૈયાર થઈ છે.
જ્યારે જહાંજ ખરીદવાની ઈચ્છા ધરાવાતી કંપનીના ડાયરેકટર વિષ્ણુકાંત શર્માએ જણાવ્યું હતું કે, જહાંજ ખરીદવા માટે શ્રીરામ ગ્રુપ સાથે વાટાઘાટ ચાલે છે. ગોવા સરકારે જહાંજને ગોવાના કિનારે લાવવાની તૈયારી દર્શાવી છે. મહત્વપૂર્ણ છે કે, આઈએનએસ વિરાટ હાલ ભાવનગર પાસેના અલંગ શિપબ્રેકિંગ યાર્ડમાં લાંગરેલું છે.