પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે હિમાચલ પ્રદેશના રોહતાંગમાં વિશ્વની સૌથી લાંબી અટલ ટનલનું કરશે ઉદ્ધાટન
Live TV
-
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે હિમાચલ પ્રદેશના રોહતાંગમાં અટલ ટનલનું ઉદઘાટન કરશે. વિશ્વની આ સૌથી મોટી રાજ માર્ગ સુરંગ છે. હિમાચલ ક્ષેત્રની પીર પંજાલ પહાડીઓમાં સમુદ્ર સપાટીથી 10 હજાર ફુટની ઉંચાઇએ અતિ આધુનિક ટેકનીકથી આ સુરંગનું નિર્માણ થયેલું છે. 9.02 કિ.મી.ની લંબાઇ ધરાવતી આ સુરંગ મનાલીને લાહોલ સ્પિતી ઘાટી સાથે સાંકળે છે. આ પહેલાં ભારે હિમ પ્રપાતને કારણે આ ઘાટી સાથેનો સંપર્ક લગભગ છ મહિના સુધી કપાઇ જતો હતો. આ સુરંગથી મનાલી અને લેહ વચ્ચેનું અંતર 40 કિ.મી. ઘટી જશે અને મુસાફરીના સમયમાં ચારથી પાંચ કલાકનો ઘટાડો થશે. અટલ સુરંગની મદદથી પ્રતિ દીન 3,000 કાર અને 1,500 ટ્રક મહત્તમ પ્રતિ કલાક 80 કિ.મી.ની ઝડપે પસાર થઇ શકશે.