દેશની આન બાન અને શાન ગણાતું INS વિરાટ જહાજ સંગ્રહાલયમાં ફરેવાઈ શકે છે
Live TV
-
દેશની આન બાન અને શાન ગણાતું અને વર્ષ 2017માં સેવા નિવૃત કરી દેવાયેલું આઈએનએસ વિરાટ જહાજ સંગ્રહાલયમાં ફરેવાઈ શકે છે. તાજેતરમાં જ શ્રીરામ ગ્રૂપ દ્વારા 38.54 કરોડ રૂપિયામાં આઈ.એન.એસ. વિરાટની ખરીદી રિ-સાયકલિંગ માટે કરવામાં આવી હતી. આ જહાજને હવે રૂ.100 કરોડમાં વેચાણ કરી તેનું મ્યુઝિયમ બનાવવા માટેની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. શ્રીરામ ગ્રૂપના મુકેશ પટેલે આ અંગે જણાવ્યું હતું કે, આ જહાજને સંગ્રહાલયમાં ફેરવવા માટે મુંબઈની એક કંપની તૈયાર થઈ છે. જ્યારે જહાજ ખરીદવાની ઈચ્છા ધરાવતી કંપનીના ડાયરેકટર વિષ્ણુકાંત શર્માએ જણાવ્યું હતું કે, જહાજ ખરીદવા માટે શ્રીરામ ગ્રુપ સાથે વાટાઘાટો ચાલે છે. ગોવા સરકારે જહાજને ગોવાના કિનારે લાવવાની તૈયારી દર્શાવી છે. મહત્વપૂર્ણ છે કે, આઈએનએસ વિરાટ હાલ ભાવનગર પાસેના અલંગ શિપ બ્રેકિંગ યાર્ડમાં લાંગરેલું છે.