INX મીડિયા કેસમાં પી ચિદમ્બરમની CBI કસ્ટડી વધારાઈ
Live TV
-
30 ઓગષ્ટ સુધી કસ્ટડી વધારવામાં આવી
INX મીડિયા કેસમાં કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને પૂર્વ નાણામંત્રી પી. ચિદમ્બરમની સીબીઆઇ કસ્ટડી 30 ઓગષ્ટ સુધી વધારી દેવામાં આવી છે. પી. ચિદમ્બરમના 4 દિવસના સીબીઆઇ રિમાન્ડ પૂરા થવાથી દિલ્હીની કોર્ટમાં તેમને રજૂ કરવામાં આવ્યા હતા. આ પહેલા INX મીડિયા ભ્રષ્ટાચાર કેસમાં સુપ્રીમ કોર્ટે પૂર્વ નાણામંત્રી પી. ચિદમ્બરમની અરજી પર સુનાવણી કરવાનો ઇન્કાર કર્યો હતો.
