JKમાં પુલવામા કેન્દ્રશાસિત પ્રદેશનો પહેલો કોરોના વાયરસમુક્ત જિલ્લો ઘોષિત
Live TV
-
જમ્મુ કાશ્મીરમાં પુલવામા કેન્દ્રશાસિત પ્રદેશનો પહેલો કોરોના વાયરસમુક્ત જિલ્લો બની ગયો છે.
જિલ્લામાં કોવિડ-19 ના તમામ ત્રણ દર્દીઓ ક્વૉરેન્ટાઈનમાં રહ્યા હતા અને તે ત્રણેય સ્વસ્થ થઈ ગયા છે. ડૉક્ટરો અને પુલવામા જિલ્લા પ્રશાસનના સંયુક્ત પ્રયત્નોથી આવું શક્ય બન્યું છે.
જમ્મુ કાશ્મીર રાજ્ય વિધિક સેવા પ્રાધિકરણના મુખ્ય પેટ્રન ન્યાયાધીશ ગીતા મિત્તલ અને પ્રાધિકરણના કાર્યકારી ન્યાયાધીશ રાજેશ બિંદલના નેતૃત્વમાં વરિષ્ઠ નાગરિક સેવા પહલ હેલ્પલાઈન શરૂ કરી છે. આ હેલ્પલાઈનનો ઉદ્દેશ્ય એવા નાગરિકોની મદદ કરવાનો છે, જેઓ એકલા રહે છે અને આ સંકટની પરિસ્થિતિમાં દવાઓ, કરિયાણાની વસ્તુઓ અને અન્ય જરૂરી ચીજો ખરીદવા માટે બહાર જઈ શકતા નથી.
