Skip to main content
Settings Settings for Dark

J&K-રાજ્યપાલ સત્યપાલ મલિકે રાજ્યની વિધાનસભાને ભંગ કરવાનો આદેશ આપ્યો

Live TV

X
  • વિચારધારાઓ વિપરિત હોવા છતાં તમામ પક્ષો સત્તા માટે સાથે ચાલી રહ્યા છે. કોઈ પક્ષ પાસે બહુમતી નથી-રાજ્યપાલ

    જમ્મુ-કાશ્મીરના રાજ્યપાલ સત્યપાલ મલિકે રાજ્યની વિધાનસભાને ભંગ કરવાનો આદેશ આપ્યો છે. પીપલ્સ કોન્ફરન્સના ધારાસભ્ય સજ્જાદ લોને ભાજપના 18 ધારાસભ્યના ટેકાથી સરકાર રચવાનો દાવો કરતો પત્ર રાજ્યપાલને લખ્યો હતો. બીજી બાજુ પૂર્વ મુખ્યમંત્રી મેહબૂબા મુફ્તીએ પણ માધ્યમોના અહેવાલોનો હવાલો ટાંકતા સરકાર રચવા માટે કોંગ્રેસ અને નેશનલ કોન્ફરન્સના ટેકાના દાવા સાથે રાજ્યપાલને મળવાનો સમય માંગ્યો હતો. જોકે, કોંગ્રેસના વરિષ્ઠ નેતા ગુલામ નબિ આઝાદે મેહબૂબા સરકાર રચવા માટે કોંગ્રેસનો ટેકો હોવાના દાવાને ફગાવ્યો હતો. સમગ્ર ઘટનાક્રમ વચ્ચે ભાજપે વિધાનસભા ભંગ કરવાના રાજ્યપાલના નિર્ણયનું સ્વાગત કર્યું છે. ભાજપે ટ્વીટમાં કહ્યું હતું કે, કોંગ્રેસ અને પીડીપી વચ્ચે ગઠબંધન થતાં પહેલાં જ તૂટી ગયું. વિધાનસભા ભંગ કરવા મુદ્દે બંને પક્ષ વચ્ચે આંતરિક મતભેદો હતા. દરમિયાનમાં રાજ્યપાલ કાર્યાલયે જણાવ્યું હતું કે, વિચારધારાઓ વિપરિત હોવા છતાં તમામ પક્ષો સત્તા માટે સાથે ચાલી રહ્યા છે. કોઈ પક્ષ પાસે બહુમતી નથી. ત્યારે પાછલા કેટલાંક વર્ષોની ઘટનાઓને જોતા આ રીતે સરકાર બનવાથી પ્રજાને સ્થિર શાસન મળે તેવી કોઈ શક્યતા નહોતી

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 12-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
apply