J&K: હંદવાડામાં સેના-આતંકીઓ વચ્ચે અથડામણ, CRPF ના 3 જવાન શહીદ, એક આતંકવાદી ઠાર
Live TV
-
48 કલાકની અંદર હંદવાડામાં આતંકવાદી હુમલોની બીજી ઘટના, આ વિસ્તારમાં હાઇ એલર્ટ
જમ્મુ અને કાશ્મીરના હંદવાડામાં ફરી એક વખત સૈન્ય અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ થઈ છે. આ એન્કાઉન્ટરમાં CRPF ના 3 જવાન શહીદ થઈ ગયા છે. તેમજ સેનાએ આ દરમિયાન 1 આતંકીને પણ મારી નાખ્યો છે.આ પહેલા રવિવારે પણ હંદવાડામાં સેન્ય અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ થઈ હતી. જેમાં કર્નલ, મેજર અને 3 જવાન શહીદ થઈ ગયા હતા. તે સાથે સૈન્યએ 2 આતંકિઓને પણ ઠાર કર્યા હતા.જમ્મુ-કાશ્મીરના હંદવાડામાં આતંકવાદીઓ વિરૂદ્ધ લડતા દેશ માટે શહીદી વ્હોરનારા દેશના પાંચ સપૂતોને સૈન્ય સન્માન સાથે વિદાય આપવામાં આવી હતી. હંદવાડા એન્કાઉન્ટરમાં સેનાના ચાર જવાન કર્નલ આશુતોષ શર્મા, મેજર અનુજ સૂદ, નાયક રાજેશ કુમાર અને લાંસ નાયક દિનેશ સિંહનો સમાવેશ થાય છે. ભારતીય સેના દ્વારા સોમવારે શ્રીનગરમાં સંપૂર્ણ સન્માન સાથે તેમને અંતિમ વિદાય આપવામાં આવી હતી. સેનાએ પુષ્પમાળા અર્પણ સેરેમનીમાં ચારેય શહીદોને શ્રદ્ધાંજલી અર્પણ કરી હતી. હંદવાડામાં થયેલી અથડામણમાં લશ્કરે તોઇબાના ટોચના કમાન્ડર હૈદર સહિત બે આતંકવાદીઓ પણ ઠાર થયા હતા.
