MP: વિધાનસભા ચૂંટણીમાં મળેલી હાર પર મંથન માટે કોંગ્રેસ ઉમેદવારોની બેઠક
Live TV
-
વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસને માત્ર 66 સીટો મળી શકી છે. જ્યારે 2018માં કોંગ્રેસના 114 ધારાસભ્યો ચૂંટાયા હતા.
મધ્યપ્રદેશ વિધાનસભા ચૂંટણીના પરિણામો બાદ ભાજપમાં નવી સરકાર અને મુખ્યમંત્રી પદને લઈને હંગામો શરૂ થઈ ગયો છે. બીજી તરફ કોંગ્રેસને ચૂંટણીમાં કારમી હારનો સામનો કરવો પડયા બાદ પક્ષમાં ચિંતનનો સમયગાળો શરૂ થયો છે. પૂર્વ મુખ્યમંત્રી અને કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ કમલનાથે વિધાનસભા ચૂંટણીમાં હાર પર ચર્ચા કરવા માટે મંગળવારે તમામ ઉમેદવારોની બેઠક બોલાવી છે.
મંગળવારે સવારે 11:00 કલાકે પ્રદેશ કોંગ્રેસ કાર્યાલય ખાતે યોજાનારી આ બેઠકમાં પક્ષના નવા ચૂંટાયેલા પ્રતિનિધિઓ સાથે હારેલા ઉમેદવારો પણ ભાગ લેશે. આ બેઠકમાં પાર્ટીની હારના કારણોની વિધાનસભા મુજબ સમીક્ષા કરવામાં આવશે. માનવામાં આવી રહ્યું છે કે, કોંગ્રેસ આ બેઠકમાં વિધાયક દળના નેતાની પણ પસંદગી કરી શકે છે. આ રેસમાં ચૂરહટથી ચૂંટણી જીતનાર અજય સિંહ (રાહુલ ભૈયા)નું નામ આગળ છે. આ વખતે વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસને માત્ર 66 સીટો મળી શકી છે. જ્યારે 2018માં કોંગ્રેસના 114 ધારાસભ્યો ચૂંટાયા હતા.
