#NaMo | એપના માધ્યમથી પ્રધાનમંત્રીએ કર્યો સંવાદ
Live TV
-
અમદાવાદ અને જૂનાગઢના ભાજપ કાર્યાલય ખાતે ધારાસભ્ય અને શહેર પ્રમુખ સહિત કોર્પોરેટરો રહ્યા હાજર.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે નમો એપના માધ્યમથી ભાજપના સાંસદો તથા ધારાસભ્યો સાથે સીધો સંવાદ કર્યો હતો. અમદાવાદમાં ખાનપુરના ભાજપ કાર્યાલય ખાતે નીકોલના ધારાસભ્ય અને શહેર પ્રમુખ જગદીશ પંચાલ સહિત ધારાસભ્યો તેમજ કોર્પોરેટરોએ પ્રધાનમંત્રીએ કરેલી ચર્ચા પોતાના મોબાઇલના માધ્યમથી સાંભળી હતી. શહેર પ્રમુખ જગદીશ પંચાલે જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રીએ વિવિધ મુદ્દાઓ અંગે સાંસદો અને ધારાસભ્યો સાથે વાતચીત કરી હતી.
મોબાઇલ એપ્લિકેશન મારફત ભાજપના આગેવાનો અને કાર્યકરો સાથે ગ્રામ વિકાસ અંગે સંવાદ કર્યો. ત્યારે ભાજપ પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણીએ જૂનાગઢ ખાતે જૂનાગઢ અને ગીર સોમનાથ જીલ્લાના આગેવાનો અને કાર્યકરો સાથે ઉપસ્થિત રહીંને પીએમ પાસેથી માર્ગદર્શન મેળવ્યું હતુ. જીતુ વાઘાણીએ જણાવ્યું હતુ કે કેન્દ્ર સરકાર આજે જ્યારે છેવાડે રહેતાં ગ્રામ જેનો માટે સતત ચિંતિત અને કાર્ય શીલ છે, ત્યારે સંગઠન સાથે જોડાયેલ દરેક વ્યક્તિ એ પણ આ અભિયાનમાં સવેછીક રીતે જોડાય જવું જોઈએ. ભાજપ કાર્યલાય ખાતે યોજાયેલ આ કાર્યક્રમમાં સંસદ રાજેશ ચુડાસમા, જીલ્લા પ્રભારી ગોરધન ઝડફિયા સહીત આગેવાનો કાર્યકરો ઉપસ્થિત રહ્યાં હતાં.
