NDAના હરિવંશ નારાયણન બન્યા રાજ્યસભાના નવા ઉપસભાપતિ, PMએ આપી શુભેચ્છા
Live TV
-
રાજ્યસભાના ઉપસભાપતિ પદ માટે આજે થયેલા મતદાનમાં એનડીએના ઉમેદવાર હરિવંશ સિંહ જંગી બહુમતિથી વિજયી બન્યા હતા. ઓરિસ્સાની બીજેડી, તામિલનાડુની એઆઈએડીએમકે તથા તેલંગાણાના ટીઆરએસને બિહારના મુખ્યમંત્રી નીતીશકુમારે એનડીએને ટેકો આપવાની અપીલ કરી હતી.
આ પક્ષોએ ટેકો આપ્યા બાદ 125 વોટ હરિવંશ સિંહને મળ્યા હતા. જ્યારે બી.કે.હરિપ્રસાદને 105 વોટ મળ્યા હતા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ નવનિયુક્ત ઉપસભાપતિ હરિવંશ સિંહને અભિનંદન પાઠવ્યા હતા.
રાજ્યસભાના ઉપસભાપતિ પદ માટે આજે મતદાન થયું. એનડીએના ઉમેદવાર હરિવંશ સિંહે આ ચૂંટણીમાં જીત મેળવી છે. હરિવંશ સિંહ જેડીયૂમાંથી રાજ્યસભાના સાંસદ છે. તેમણે વિપક્ષ તરફથી કોંગ્રેસના બીકે હરિપ્રસાદને હરાવ્યા. હરિવંશના પક્ષમાં કુલ 125 મત પડ્યા તો બીકે હરિપ્રસાદના હકમાં કુલ 105 મત પડ્યા. મતદાનમાં કુલ 222 સાંસદોએ ભાગ લીધો હતો. હરિવંશ ઉપસભાપતિ તરીકે ચૂંટાયા બાદ પ્રધાનમંત્રી સહિત ગૃહના તમામ સભ્યોએ તેમને શુભેચ્છા આપી હતી.
