નેશનલ હેરાલ્ડ કેસમાં રાહુલ ગાંધીને રાહત આપવાનો હાઈકોર્ટનો ઈન્કાર
Live TV
-
કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ હાઇકોર્ટનો આશરો લીધો હતો.
દિલ્હી, હાઇકોર્ટ નેશનલ હેરાલ્ડ મામલામાં કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીને કોઈપણ પ્રકારની રાહત આપવાથી સ્પષ્ટ ઇન્કાર કર્યો હતો. યંગ ઇન્ડિય એન્ડ એસોસીયેટ જર્નલ લિમિટેડ કંપનીનો આવક વેરો ન ભરવાના મુદ્દે હાઇકોર્ટે રાહુલ ગાંધીને ઝટકો આપ્યો છે. નેશનલ હેરાલ્ડના વર્ષ 2011-12ના આવકવેરો ન ભરવાની બાબતે આવક વેરા વિભાગને આ કેસ સોંપાયો હતો. કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ હાઇકોર્ટનો આશરો લીધો હતો. સુનાવણી દરમિયાન આવક વેરા વિભાગે જણાવ્યું કે, રાહુલ ગાંધી યંગ ઇન્ડિયાની ડિરેક્ટર શીપમાંથી અલગ થયા નથી.
