રાફેલ મુદ્દે રાહુલ ગાંધીના નિવેદનનું રક્ષામંત્રીએ ખંડન કર્યું
Live TV
-
કેન્દ્રીય સંરક્ષણ પ્રધાન નિર્મલા સીતારમણ તથા કેન્દ્રીય મંત્રી અરુણ જેટલીએ રફેલ ડીલ અંગે થયેલા સોદા અંગે યશવંતસિંહા, અરુણ શોરી તથા પ્રશાંત ભૂષણે કરેલા આક્ષેપોના પાયાવિહોણા જણાવ્યા છે. તેમણે જણાવ્યું હતું કે, સંસદમાં સરકાર દ્વારા આ બાબતે જવાબ આપવામાં આવ્યો છે.
એક ટ્વીટમાં સંરક્ષણ પ્રધાને કહ્યું હતું કે, પત્રકાર પરિષદમાં જે આરોપો મૂકવામાં આવ્યા છે તે તમામનો જવાબ આપવામાં આવ્યો છે. કેન્દ્રીય મંત્રી અરૂણ જેટલી રફેલ સોદા અંગે જણાવ્યું હતું કે, સરકાર પર જૂઠ્ઠા આરોપો મૂકવાથી સરકારની છબી ખરડાય છે.
પ્રધાનમંત્રીએ 20 જુલાઈના રોજ લોકસભામાં જવાબ આપતાં કહ્યું હતું કે, ફ્રાંસ સાથે રાફેલ સોદો સંપૂર્ણપણે પારદર્શી હતો અને રાહુલ ગાંધીએ રાષ્ટ્રીય સુરક્ષા મામલે ટિપ્પણીઓ કરવાથી બચવું જોઈએ. ફ્રાંસની સરકારની સાથે સાથે રક્ષામંત્રીએ પણ લોકસભામાં રાહુલ ગાંધીના નિવેદનનું ખંડન કર્યું હતું.
