આજે ભારત છોડો આંદોલનનો 76મો ક્રાંતિ દિવસ
Live TV
-
ભારત છોડો આંદોલનની આજે 76મો ક્રાંતિ દિવસ છે. 1942માં આજના દિવસે અંગ્રેજોને ભારત છોડવા માટે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીનીએ દેશવાસીઓને કરો યા મરોનું આહ્વાન આપ્યું હતું. ટ્વીટ પર રાષ્ટ્રપતિ અગણિત શહીદોને શ્રદ્ધાંજલિ અર્પી હતી.
ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુએ ભારત છોડો આંદોલનમાં ભાગ લેનારા તમામને શ્રદ્ધાંજલિ અર્પી હતી. તેમણે ભારતીયોને ગરીબી મુક્ત, નિરક્ષર મુક્ત કુપોષણ મુક્ત તથા ભ્રષ્ટાચાર અને આતંકવાદ મુક્ત ભારત બનાવવાનો સંકલ્પ લેવા આહ્વાન કર્યું હતું. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 76મા ભારત છોડો આંદોલનના અવસરે એક વીડિયો શેર કર્યો છે સાથે જ પૂર્વ પ્રધાનમંત્રી અટલબિહારી વાજપેયીએ લખેલી એક કવિતા પણ શેર કરી હતી.
