SC-ST અત્યાચાર નિવારણ બિલ રાજ્યસભામાં પણ પસાર
Live TV
-
અનુસુચિત જાતિ જનજાતિ સંશોધન બીલ રાજ્યસભામાંથી પસાર થઈ ચુક્યું છે.આ બીલ અગાઉ લોકસભામાંથી પસાર થઈ ચૂક્યું હતું. સુપ્રીમ કોર્ટે આ કાયદામાં કેટલાક ફેરફાર કર્યા હતા, જે બાદ આ બિલ રાજ્યસભામાં પસાર કરવામાં આવ્યું છે, જેને મંજુરી મળી ગઈ છે. તો બીજી તરફ નેશનલ સ્પોર્ટ્સ યુનિવર્સીટી બીલ ૨૦૧૮ ને પણ રાજ્યસભામાંથી મંજુરી મળી છે.
રાજ્યસભામાં ખેલકૂદ વિશ્વ વિધાલય બીલ પર ચર્ચાનો જવાબ આપતા ખેલકૂદ મંત્રી રાજ્યવર્ધન રાઠોડે જણાવ્યું હતું કે આ બીલ અનુસાર જે યુનિવર્સીટી મણીપુર ખાતે બની રહી છે તેમાં સ્પોર્ટ્સ મેનેજમેન્ટ, ટેકનોલોજી , સ્પોર્ટ્સ સાયન્સની બેચરલ અને માસ્ટર ડીગ્રી આપવામાં આવશે.
