NEET એક્ઝામ: સુપ્રિમ કોર્ટે NTA ને ફટકારી નોટિસ, કાઉન્સેલિંગ પર રોક લગાવવા કર્યો ઈન્કાર
Live TV
-
સુપ્રિમ કોર્ટે NEETની પરિક્ષામાં ગેરરિતી અને પરિક્ષા રદ કરવા સહિતના મામલે કરાયેલી અરજી પર આજે સુનાવણી કરી હતી. સુનાવણી દરમિયાન સુપ્રિમ કોર્ટે પરિક્ષાનું આયોજન કરનાર NTAને નોટિસ ફટકારી વધુ સુનાવણી 8 જુલાઈના રોજ મુકરર કરી છે. દેશભરની ખાનગી સંસ્થાઓમાં અંડર ગ્રેજ્યુએટ, મેડિસિન, ડેન્ટીસ્ટ્રી અને આયુષમાં પ્રવેશ મેળવવા માટે NEET-UG ની પરિક્ષા લેવાય છે.
સુનાવણી દરમિયાન સુપ્રિમ કોર્ટે આકરુ વલણ અપનાવતા કહ્યુ હતુ કે NEET જેવી પરિક્ષામાં ગેરરિતીની આક્ષેપોથી પરિક્ષાની ગરિમાને અસર થઈ છે., માટે NTAને જવાબ તો આપવો જ પડશે. આ કેસમી સુનાવણી જસ્ટીસ વિક્રમનાથની આગેવાની હેઠળની વેકેશન બેન્ચ કરી રહી છે. જોકો કોર્ટે હાલ પુરતુ કાઉન્સેલિંગ પર રોક લગાવવા ઈન્કાર કર્યો હતો.
શુ છે પુરો કેસ
આંધ્રપ્રદેશના અબ્દુલ્લા મોહમ્મદ ફૈઝ અને અન્યોએ પાંચમી મેના રોજ લેવાયેલી NEET ની પરિક્ષા રદ કરી ફરીથી પરિક્ષા યોજવા માગણી કરતી અરજી સુપ્રિમ કોર્ટમાં કરી છે. આ અરજીમાં સ્પેશ્યિલ ઈન્વેસ્ટિગેશન ટીમ (SIT) મારફત ગેરરિતી અંગે તપાસ કરવાની માગણી પણ કરવામાં આવી છે. અરજીમાં 4 જૂના જાહેર કરાયેલા પરિક્ષાના પરિણામોના આધારે કાઉન્સેલિંગ પર પ્રતિબંધ મુકવાની માગણી પણ અરજીમાં કરવાામાં આવી છે.
સુપ્રિમ કોર્ટમાં થઈ વધુ એક અરજી
આ મામલે સુપ્રિમ કોર્ટ સમક્ષ વધુ એક અજી કરવામાં આવી છે. વિદ્યાર્થીની શિવાંગી મિશ્રા અને અન્યોએ સુપ્રિમ કોર્ટમાં અરજી દાખલ કરી છે જેમાં NEETની પરિક્ષાનું નવેસરથી આયોજન કરવા માગણી કરવામાં આવી છે.
NTA પર શુ છે આક્ષેપો
NEETની આયોજક NTA પર પરિક્ષા દરમિયાન પેપર લીક કરવાનો તેમજ છેડછાડ કરવાનો આક્ષેપ લગાવવામાં આવ્યો છે. જોકે NTA તરફથી આ તમામ આક્ષેપોને ફગાવી દેવાયા છે. જોકે હવે જ્યારે કોર્ટે કડક વલણ અપનાવી NTAને નોટિસ ફટકારી છે ત્યારે હવે NTAને કોર્ટ નોટિસનો જવાબ આપવો પડશે. જોકે કોર્ટે હાલ પુરતુ કાઉન્સેલિંગ પર રોક લગાવવાનો ઈન્કાર કરી NTAને થોડી રાહત આપી છે.
