Skip to main content
Settings Settings for Dark

UGC એ વિદ્યાર્થીઓને વર્ષમાં બે વખત ઉચ્ચ શિક્ષણ માટે પ્રવેશ આપવા કર્યો નિતીગત નિર્ણય

Live TV

X
  • યુનિવર્સિટી ગ્રાન્ટસ કમિશન-UGCના ઉપક્રમે વિદ્યાર્થીઓના લાભમાં એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે.જે મુજબ હવે પછી UGC વિદ્યાર્થીઓને ઉચ્ચ શિક્ષણ પ્રવેશ માટે બે વખત મંજૂરી આપશે.

    આ નિર્ણય અંગે UGCના અધ્યક્ષ અને પ્રોફેસર એમ.જગદીશ કુમારે જણાવ્યુ કે UGCએ ઉચ્ચ શૈક્ષણિક સંસ્થાઓને આગામી શૈક્ષણિક વર્ષથી વર્ષમાં બે વખત વિદ્યાર્થીઓને પ્રવેશ આપવાની મંજૂરી આપવાનો નિતીગત નિર્ણય કર્યો છે. આ નિર્ણયથી એવા વિદ્યાર્થીઓને સીધો ફાયદો થશે જેમના બોર્ડના પરિણામોની જાહેરાતમાં વિલંબ થયો છે. આ ઉપરાંત બિમાર હોય અથવા આરોગ્ય સંબંધિત કોઈ સમસ્યા ધરાવતા હોય કે પછી વ્યક્તિગત કારણોસર પ્રવેશ ચુકી ગયા હોય તેવા વિદ્યાર્થીઓને પણ હવે પ્રવેશથી વંચિત નહી રહેવુ પડે. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 13-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-07-2026 Max Temp : °C Min Temp : °C
apply