Skip to main content
Settings Settings for Dark

NEET Paper Leak: નીટ પેપર લીક કેસમાં દિલ્હી કોર્ટની મોટી કાર્યવાહી

Live TV

X
  • NEET Paper Leak: નીટ પેપર લીક કેસમાં દિલ્હી કોર્ટની મોટી કાર્યવાહી

    NEET-UG પરીક્ષાના પ્રશ્નપત્ર લીક કેસમાં કાયદાકીય તપાસ અને સુરક્ષા એજન્સીઓ એક્શન મોડમાં આવી ગઈ છે. આ કૌભાંડ મામલે દિલ્હીની એક અદાલતે મોટો નિર્ણય સંભળાવતા પાંચ આરોપીઓને જેલ હવાલે કર્યા છે. તો બીજી તરફ, આગામી સમયમાં યોજાનારી નીટની પુનઃપરીક્ષાને પારદર્શી અને સુરક્ષિત બનાવવા માટે કેન્દ્ર સરકારે પણ કમર કસી લીધી છે.

    5 આરોપીઓ 2 જૂન સુધી ન્યાયિક કસ્ટડીમાં, CBI તપાસ તેજ

    દિલ્હીની કોર્ટે NEET પેપર લીક કેસની ગંભીરતાને ધ્યાનમાં રાખીને પાંચ મુખ્ય આરોપીઓને 2 જૂન સુધી ન્યાયિક કસ્ટડી (જેલ) માં મોકલી આપ્યા છે. જે આરોપીઓને જેલ ભેગા કરવામાં આવ્યા છે તેમાં માંગીલાલ ખટીક, વિકાસ બિવલ, દિનેશ બિવલ, યશ યાદવ, ધનંજય લોખંડે  નામ સામેલ છે.

    એક્શન મોડમાં શિક્ષણ મંત્રાલય: 

    દેશની ટોચની ગુપ્તચર એજન્સીઓ સાથે બેઠક NEET-UG ની આગામી પુનઃપરીક્ષા (Re-examination) કોઈ પણ અવરોધ વગર અને સંપૂર્ણ પારદર્શિતા સાથે યોજાય તે માટે કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને આજે એક મહત્ત્વની ઉચ્ચ સ્તરીય સમીક્ષા બેઠક યોજી હતી. આ બેઠકમાં દેશની સર્વોચ્ચ સુરક્ષા અને ગુપ્તચર એજન્સીઓના વડાઓ હાજર રહ્યા હતા.

    આ ઉચ્ચ સ્તરીય બેઠકમાં શિક્ષણ મંત્રીએ સોશિયલ મીડિયા પર ફેલાતી અફવાઓ અંગે ચિંતા વ્યક્ત કરી હતી અને એજન્સીઓને કડક આદેશ આપ્યા છે:

    ભ્રામક અફવાઓ પર રોક: 

    પરીક્ષા પહેલાં સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પરથી ફેલાતી કોઈ પણ પ્રકારની ભ્રામક કે ખોટી માહિતીને તાત્કાલિક રોકવામાં આવે.

    ટેલિગ્રામ ચેનલો સામે કડક કાર્યવાહી: 

    ડિજિટલ પ્લેટફોર્મ પર સક્રિય એવી નકલી ટેલિગ્રામ ચેનલો, જે પેપર લીકની ખોટી અફવાઓ ફેલાવી વિદ્યાર્થીઓને ગેરમાર્ગે દોરે છે, તેમની સામે કડક કાનૂની પગલાં લેવામાં આવે.

    વેબસાઇટ નોટ: 

    સરકાર અને તપાસ એજન્સીઓનો સ્પષ્ટ ઉદ્દેશ્ય છે કે લાખો વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે રમત કરનારા તત્વોને જેલના સળિયા પાછળ ધકેલવામાં આવે અને આગામી પરીક્ષા સંપૂર્ણપણે ભયમુક્ત અને ન્યાયી વાતાવરણમાં યોજાય.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 23-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 25-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 26-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 27-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-05-2026 Max Temp : °C Min Temp : °C
apply