NEET PGની પરીક્ષા અંગે સુપ્રીમ કોર્ટનો મોટો નિર્ણય
Live TV
-
નીટ પીજી પરીક્ષામાં સામેલ થનાર ઉમેદવારો માટે પરીક્ષાની સિટી સ્લિપ 2 જૂને રજૂ કરવામાં આવશે
NEET 2025ની બે શિફ્ટમાં પરીક્ષાના આયોજનને પડકારતી અરજી પર સુનાવણી દરમિયાન 30 મે 2025એ સુપ્રીમ કોર્ટે પરીક્ષાનું એક જ શિફ્ટમાં પરીક્ષાનું આયોજન કરવાનો નિર્ણય લીધો છે. પરીક્ષાનું આયોજન 15 જૂનથી સીબીટી મોડમાં કરવામાં આવશે.આ પહેલા પરીક્ષા બે શિફ્ટમાં આયોજિત કરવાનો કાર્યક્રમ જાહેર કરાયો હતો.નીટ પીજી પરીક્ષામાં સામેલ થનાર ઉમેદવારો માટે પરીક્ષાની સિટી સ્લિપ 2 જૂને રજૂ કરવામાં આવશે.આ સ્લિપ સત્તાવાર વેબસાઇટ પર જાહેર નહીં થાય.ઉમેદવારના ઈમેલ આઈડી પર આ સ્લિપ મોકલવામાં આવીશે,જેને ઉમેદવારો ડાઉનલોડ કરી શકશે.
એડમિટ કાર્ડ પરીક્ષાની તારીખથી આશરે ચાર દિવસ પહેલા જાહેર કરવામાં આવશે.પ્રવેશ પત્ર પરીક્ષા બોર્ડની સત્તાવાર વેબસાઇટ natboard.edu.in પર જાહેર કરવામાં આવશે.જેને ઉમેદવાર એપ્લિકેશન નંબર અને જન્મ તારીખ દ્વારા ડાઉનલોડ કરી શકશે.