PMની દિવાળીની ભેટ, નાના ઉદ્યમીઓને મળશે 59 મિનિટમાં જ 1 કરોડની લોન
Live TV
-
100 જિલ્લામાં 100 દિવસ સુધી M.S.M.E. યોજનાનો અમલ
પ્રધાન મંત્રી મોદીએ જણાવ્યું હતું કે M.S.M.E. રોજગારી આપવા માં ખેતી બાદનું સૌથી મોટું ક્ષેત્ર છે જો ખેતી ,ભારત ની કરોડરજ્જુ છે ,તો M.S.M.E. ,એ મજબૂત ડગલું છે ,જે દેશ ની પ્રગતિ ને ,ગતિ આપે છે. પ્રધાનમંત્રી એ ,દિલ્લી ના ,વિજ્ઞાન ભવન ખાતે ગઇકાલે ,સૂક્ષ્મ, લઘુ ,તથા મધ્યમ ઉદ્યોગ માટે ,સહયોગ, તથા સંપર્ક કાર્યક્રમ ને ,સંબોધિત કર્યો હતો. તેમજ ,M.S.M.E. ને લગતા પ્રદર્શનને પણ, નિહાળ્યું હતું. તેમજ ,લઘુ ઉદ્યોગ સેક્ટર માટે ,સરકાર દ્વારા લેવામાં આવેલા ,બાર ,મહત્વ ના નિર્ણયો અંગે, સવિસ્તાર માહિતી આપી હતી. જેમાં મોટા નિર્ણય અંતર્ગત જણાવ્યું હતું ,કે ,સરકારે , કંપની અધિનિયમ માં ,મોટા ફેરફાર કર્યા છે ,અને M.S.M.E.ને, કાનૂની જટિલતાઓમાંથી ,મોટી રાહત આપી છે. જેથી ,નાની ભૂલ માટે ,કોર્ટના પગથિયા ,નહીં ચઢવા પડે. અને સમય ,અને નાણા નો ,વ્યય નહીં થાય. તેમજ, પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું ,કે ,હવે ઉદ્યમીઓને ,59 મિનિટ માં ,લોન મળી શકશે તેમજ જીએસટીમાં રજીસ્ટર્ડ દરેક M.S.M.E. ને એક કરોડ રૂપિયા સુધીની લોનના વ્યાજ પર બે ટકાની છૂટ પણ આપવામાં આવશે. તેથી હવે જીએસટી સાથે જોડાવવું અને ટેક્સ ભરવો તે M.S.M.E. ઉદ્યોગોની નવી તાકાત બનશે. તેમજ અન્ય મહત્વની ઘોષણાં પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, સરકારી કંપનીઓ માટે હવે જરૂરી બન્યું છે તેઓ પોતાની ખરીદીનો ઓછામાં ઓછો ત્રણ ટકા સામાન મહિલા ઉદ્યમીઓ પાસેથી ખરીદે. તેમણે જણાવ્યું હતું ,કે ,સમગ્ર વિશ્વ ની નજર ,જ્યારે ભારત તરફ છે ,ત્યારે M.S.M.E સરકાર ની ,એ ભાવના નું ,પ્રતીક છે ,જે જોબ સિકર ની જગ્યએ ,જોબ ક્રિએટર બનાવશે
