Skip to main content
Settings Settings for Dark

PM એ અગરતલા અને અસમના નલબાડીમાં સભાને સંબોધન કર્યું

Live TV

X
  • પ્રથમ તબક્કાના ચૂંટણી પ્રચારને ગણતરીના કલાકો બાકી છે ત્યારે ભાજપના વરિષ્ઠ નેતા નરેન્દ્ર મોદીએ ઝંઝાવાતી પ્રચાર કરતા ત્રિપુરાના અગરતલા ખાતે જનસભાને સંબોધી હતી. તેમણે કહ્યું હતું કે,આઝાદીના આટલા દાયકાઓ દરમિયાન, કોંગ્રેસના શાસન દરમિયાન, પૂર્વોત્તર રાજ્યોની ક્ષમતા સાથે ન્યાય થયો નથી. અહીં સામ્યવાદીઓએ ત્રિપુરાના લોકોને બરબાદ કરવા સિવાય બીજું કંઈ કર્યું નથી. પરંતુ આજે દિલ્હીમાં એક એવી સરકાર છે જે ઉત્તર પૂર્વ અને ત્રિપુરાના લોકો વિશે સતત વિચારે છે નોંધનીય છે કે નરેન્દ્ર મોદીને  ત્રિપુરાના મુખ્યમંત્રી ડો.માનિક સાહા અને અન્ય નેતાઓએ ઉષ્માભેર આવકાર્યા હતા.

    અસમના નલબાડીમાં પ્રધાનમંત્રીએ જંગી સભાને સંબોધન કર્યું હતું. જેમાં વિશાળ જનમેદનીને સંબોધતા પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, તમારી ઉપસ્થિતિથી 4 જૂનનો ચિતાર મેળવી શકાય છે. સાથે જ તેમણે "4 જૂન, 400 પાર"નું સુત્ર પણ આપ્યું હતું. વધુમાં તેમણે જણાવ્યું હતું કે, "2014માં અમે તમારી વચ્ચે એક આશા લઈને આવ્યા હતા. 2019માં અમે એક વિશ્વાસ લઈને આવ્યા હતા અને 2024માં જ્યારે અમે આસામની ધરતી પર આવ્યા છે ત્યારે અમે  ગેરંટી લઈને આવ્યા છીએ ." સાથે જ તેમણે કહ્યું હતું કે, આગામી પાંચ વર્ષોમાં ગરીબો માટે બીજા 3 કરોડ મકાનો બનાવવામાં આવશે. અને કોઈ ભેદભાવ વિના આપવામાં આવશે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 03-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 04-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 05-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 06-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 07-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 08-05-2024 Max Temp : °C Min Temp : °C
apply