PM નરેન્દ્ર મોદીએ કાનપુરમાં મેટ્રો રેલ પ્રોજેક્ટના રેલ વિભાગનું ઉદ્ઘાટન કર્યું
Live TV
-
પ્રધાનમંત્રી નરેન્દ્રમોદી આજે કાનપુરના પ્રવાસે છે. કાનપુરમાં મેટ્રો રેલ પ્રોજેક્ટના પૂર્ણ થયેલા રેલ વિભાગનું ઉદ્ઘાટન કર્યું. આ સમગ્ર મેટ્રો રેલ લાઇનની લંબાઈ 32 કિમી છે. તેના નિર્માણમાં 11 હજાર કરોડ રૂપિયાથી વધુનો ખર્ચ થયો. પ્રધાનમંત્રીએ આ પ્રોજેક્ટનું નિરીક્ષણ કર્યું અને IIT મેટ્રો સ્ટેશનથી ગીતા નગર સુધી ટ્રેનમાં સવારી કરી. તેઓ બીના-પંકી મલ્ટી પ્રોડક્ટ પાઇપલાઇન પ્રોજેક્ટનું પણ ઉદ્ઘાટન કરશે. ત્રણસો છપ્પન કિલોમીટર લાંબી બીના-પંકી મલ્ટિ-પ્રોડક્ટ પાઇપલાઇન પ્રોજેક્ટની સપ્લાય ક્ષમતા વાર્ષિક આશરે 34 લાખ 50 હજાર મેટ્રિક ટન છે.
આ પહેલા પ્રધાનમંત્રી આઈઆઈટી કાનપુરના 54માં દિક્ષાંત સમારોહમાં તેઓ મુખ્ય અતિથિ તરીકે હાજરી આપી હતી. કોન્વોકેશન દરમિયાન, તમામ વિદ્યાર્થીઓને નેશનલ બ્લોકચેન પ્રોજેક્ટ હેઠળ સંસ્થામાં વિકસિત ઇન-હાઉસ બ્લોકચેન સંચાલિત ટેકનોલોજી દ્વારા ડિજિટલ ડિગ્રી આપવામાં આવી.
