Skip to main content
Settings Settings for Dark

પશ્ચિમ રેલવે બાંદ્રા ટર્મિનસ અને બાડમેર વચ્ચે વિશેષ ભાડા પર સ્પેશિયલ ટ્રેન ચલાવશે

Live TV

X
  • ટ્રેન નંબર 09037 માટે બુકિંગ 29મી ડિસેમ્બર,2021થી PRS કાઉન્ટર્સ અને IRCTC વેબસાઇટ પર શરૂ થશે

    મુસાફરોની સુવિધા માટે અને તેમની માંગને સંતોષવા માટે, પશ્ચિમ રેલવે દ્વારા બાંદ્રા ટર્મિનસ અને બાડમેર વચ્ચે 31મી ડિસેમ્બર, 2021થી વિશેષ ભાડા પર સાપ્તાહિક સ્પેશિયલ ટ્રેન ચલાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેની વિગતો નીચે મુજબ છે.

    • ટ્રેન નંબર 09037/09038 બાંદ્રા ટર્મિનસ - બાડમેર સ્પેશિયલ [16 ટ્રિપ્સ]

    ટ્રેન નંબર 09037 બાંદ્રા ટર્મિનસ - બાડમેર સ્પેશિયલ બાંદ્રા ટર્મિનસથી દર શુક્રવારે 19.25 કલાકે ઉપડશે અને બીજા દિવસે 13.45 કલાકે બાડમેર પહોંચશે. આ ટ્રેન 31 ડિસેમ્બર, 2021 થી 18 ફેબ્રુઆરી, 2022 સુધી ચાલશે. એ જ રીતે, ટ્રેન નંબર 09038 બાડમેર - બાંદ્રા ટર્મિનસ સ્પેશિયલ દર શનિવારે બાડમેરથી 21.00 કલાકે ઉપડશે અને બીજા દિવસે 15.45 કલાકે બાંદ્રા ટર્મિનસ પહોંચશે. આ ટ્રેન 1 જાન્યુઆરીથી 19 ફેબ્રુઆરી 2022 સુધી ચાલશે. આ ટ્રેન માર્ગમાં બંને દિશામાં બોરીવલી, વાપી, સુરત, વડોદરા, અમદાવાદ, મહેસાણા, પાટણ, ભીલડી, ધાનેરા, રાનીવારા, મારવાડ ભીનમાલ, મોડરન, જાલોર, મોકલસર, સમદરી, બલોત્રા અને બાયતુ સ્ટેશનો પર ઉભી રહેશે. આ ટ્રેનમાં એસી 3 ટાયર અને સ્લીપર ક્લાસ કોચ છે.

    ટ્રેન નંબર 09037 માટે બુકિંગ 29મી ડિસેમ્બર,2021થી PRS કાઉન્ટર્સ અને IRCTC વેબસાઇટ પર શરૂ થશે.

    ટ્રેનના સ્ટોપેજ અને સ્ટ્રક્ચર વિશે વિગતવાર માહિતી માટે, મુસાફરો www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લઈ શકે છે. પશ્ચિમ રેલવેએ મુસાફરોને બોર્ડિંગ, મુસાફરી અને ગંતવ્ય દરમિયાન COVID-19 સંબંધિત તમામ ધોરણો અને SOPsનું પાલન કરવા વિનંતી કરી છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
apply