PM નરેન્દ્ર મોદી અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીની 100 મી વર્ષગાંઠ પર આયોજિત કાર્યક્રમને કરશે સંબોધિત
Live TV
-
PM મોદી એક પોસ્ટ ટિકિટ પણ કરશે જાહેર. પ્રધાનમંત્રી આજે ઈન્ડિયા સાયન્સ ફેસ્ટીવલ-2020ની પણ કરશે શરૂઆત
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે અલીગઢ મુસ્લિમ વિશ્વ વિદ્યાલયના શતાબ્દી સમારોહને વિડિયો કોન્ફરન્સ દ્વારા સંબોધિત કરશે. વર્ષ 1964 પછી પહેલી વખત પ્રધાનમંત્રી આ વિખ્યાત વિશ્વ વિદ્યાલયના સમારોહને સંબોધિત કરશે. આ સમય દરમ્યાન પ્રધાનમંત્રી ડાક ટિકિટ પણ જાહેર કરશે. આ અવસર પર વિશ્વ વિદ્યાલયના કુલપતિ અને કેન્દ્રીય શિક્ષણમંત્રી પણ ઉપસ્થિત રહેશે. આ વિશ્વ વિદ્યાલય વલ્લભ પૂરમ, કેરલ, બિહાર, પશ્ચિમ બંગાળમાં સ્થાપિત થઇ છે. સાથે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ઇન્ડિયા ઇન્ટરનેશનલ સાયન્સ ફેસ્ટીવલ-2020ની શરૂઆત કરશે. આ કાર્યક્રમ 22 થી 25 ડિસેમ્બર સુધી ચાલશે. આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ આત્મનિર્ભર ભારત અને વિશ્વ કલ્યાણ માટે વિજ્ઞાન રહેશે. આ કાર્યક્રમમાં આત્મનિર્ભર ભારત બનાવવા માટે વૈજ્ઞાનિક ટેક્નોલોજી દ્વારા બનાવવામાં આવેલી વસ્તુઓ અને વિષયોને પ્રસ્તુત કરવામાં આવશે. આ મહોત્સવનુ આયોજન વિશ્વ વિખ્યાત ગણિતશાસ્ત્રી શ્રીનિવાસ કામનની જયંતિ પર કરવામાં આવી રહ્યુ છે, ત્યારે આજના યુગમાં વિજ્ઞાન અને ટેકનોલોજીની મદદથી ઘણો વિકાસ થઇ શકે છે. આ મહોત્સવમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ,શિક્ષકો,વૈજ્ઞાનિક અને શિલ્પકાર ઉપસ્થિત રહેશે.