બ્રિટનમાં કોરોના વાયરસના નવા સ્ટ્રેનને કારણે બ્રિટનથી આવતી-જતી તમામ ફ્લાઈટ રદ
Live TV
-
કેન્દ્ર સરકારે 31 ડિસેમ્બર સુધી તમામ ફ્લાઈટ્સ પર લગાવી રોક. મહારાષ્ટ્રમાં યુરોપ અને મધ્ય પૂર્વથી આવનારા પ્રવાસીઓ માટે 14 દિવસ સુધી સંસ્થાગત ક્વોરન્ટાઈન જરૂરી.અનેક દેશોએ બ્રિટન માટે બંધ કરી સરહદો
બ્રિટનમાં કોરોના વાયરસનો નવો સ્ટ્રેન સામે આવતા સમગ્ર વિશ્વમાં ફરી હાહાકાર મચી ગયો છે.અનેક દેશોએ બ્રિટનથી આવતી જતી તમામ ફ્લાઈટ્સ રદ કરી નાંખી છે.તો કેટલાય દેશોએ બ્રિટન સાથે જોડાયેલી પોતાની બોર્ડરો સીલ કરી દીધી છે. ત્યારે ભારતે 31 ડિસેમ્બર સુધી બ્રિટનથી આવનાર તમામ ફ્લાઇટ્સ પર પ્રતિબંધ લગાવી દીધો છે.આ પ્રતિબંધ આજે મધરાત્રીથી 31 ડિસેમ્બર રાત્રે 12-00 વાગ્યા સુધીનો રહેશે. મહત્વનું છે કે બ્રિટનથી ભારત આવી રહેલા જે યાત્રીઓ છે તેમણે આર.ટી.પી.સી.આર. ટેસ્ટ ફરજીયાત કરાવવાનો રહેશે અને સાત દિવસ ક્વોરન્ટાઇન રહેવું પણ ફરજિયાત રહેશે.