જમ્મુ કશ્મીરમાં D.D.C. ચૂંટણીના 8 તબક્કામાં થયેલા મતદાનનું આજે આવશે પરિણામ
Live TV
-
અનુચ્છેદ -370 ખતમ થયા બાદ પ્રથમ વખત યોજાઈ છે આ ઐતિહાસિક ચૂંટણી.સવારે 9 વાગ્યાથી થશે મતગણતરીનો પ્રારંભ
જમ્મુ- કાશ્મીરમાં જિલ્લા વિકાસ પરિષદની ચૂંટણીની આજે મત ગણતરી પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. ચૂંટણી આયોગ દ્વારા મતગણતરીને લઇ તમામ પ્રકારની તૈયારીઓ કરી દેવામાં આવી છે. સવારે 9-00 કલાકે મતગણતરી પ્રક્રિયા શરૂ કરાશે. કેન્દ્રશાસિત પ્રદેશ જમ્મુ -કાશ્મીરના 20 જિલ્લાઓમાં એક સાથે મતગણતરી હાથ ધરવામાં આવશે. આ ચૂંટણી 8 તબક્કામાં યોજવામાં આવી હતી. જેમાં સૌથી વધુ 7 માં તબક્કામાં 57 ટકા મતદાન થયુ હતુ. આ ચૂંટણીમાં યુવાઓ અને મહિલાઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. ખાસ કરીને જમ્મુ કાશ્મીરની ચૂંટણીમાં રાજકીય પક્ષો સાથે સ્થાનિક પક્ષોએ પણ ભાગ લીધો હતો. તો આ વખતની ઐતિહાસિક ચૂંટણીમાં ભાજપના આગેવાનોએ ભાજપનુ સારૂ પ્રદર્શન રહેશે તેવી આશા વ્યક્ત કરી છે.