Skip to main content
Settings Settings for Dark

નેતાજી સુભાષચંદ્ર બોઝની 125 મી જયંતિને ભવ્ય રીતે મનાવવા માટે ગૃહ મંત્રાલયે બનાવી એક ઉચ્ચ સ્તરીય સમિતિ

Live TV

X
  • પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશવાસીઓને આ આયોજનને ભવ્ય રીતે મનાવવા કરી અપીલ

    નેતા સુભાષચંદ્ર બોઝની 125મી જન્મ જંયતિ યોજાવા જઇ રહી છે, ત્યારે સરકારે નેતાજીની 125મી જન્મ જયંતિ પર ઉચ્ચસ્તરીય સમિતિની રચના કરવા વિચાર કર્યો છે. આ સમિતિ 23 જાન્યુઆરી 2021 થી એક વર્ષ સુધી ચાલુ રાખી સમગ્ર વર્ષ દરમ્યાન થઇ રહેલી ગતિવીધીઓ અને સમારોહ પર વિચાર કરશે. આ ઉચ્ચસ્તરીય સમિતિના અધ્યક્ષ તરીકે ગૃહમંત્રી અમિત શાહ રહેશે. સ્વતંત્ર સંગ્રામમાં નેતાજી સુભાષચંદ્ર બોઝના મહાન યોગદાનને લઇ શ્રધ્ધાંજલિ વર્ષ રૂપે આયોજન કરવામાં આવી રહ્યુ છે. ઉચ્ચસ્તરીય સમિતિ સદસ્યોમાં વિશેષજ્ઞ, ઇતિહાસકાર,લેખકો અને નેતાજી સુભાષચંદ્ર બોઝના પરિવારો અને હિંદ ફોજ સાથે જોડાયેલા લોકોનો પણ સમાવેશ થશે. આ સમિતિ દિલ્લી,કોલકત્તા અને નેતાજી સાથે જોડાયેલા સ્થળો પર થઇ રહેલી ગતિવીધીઓ પર માર્ગદર્શન કરશે. તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પણ ટ્વીટ દ્વારા જણાવ્યુ હતુ, કે નેતાજી સુભાષચંદ્ર બોઝની 125મી જન્મ જયંતિ સમારોહમાં વિશેષ આયોજન દ્વારા ભવ્ય ઉજવણી કરવામાં આવે તેવી શુભકામનાઓ પણ પાઠવી હતી.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 14-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
apply