Skip to main content
Settings Settings for Dark

PM નરેન્દ્ર મોદીનું અમેરિકાના 'લિઝન ઓફ મેરિટ' પુરસ્કારથી સન્માન

Live TV

X
  • અમેરિકાએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને પ્રતિષ્ઠિત 'લિઝન ઓફ મેરિટ' પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા છે.

    અમેરિકા અને ભારત સહિત અન્ય દેશોમાં રણનીતિ અને ભાગીદારી વધારવામાં મહત્વનું યોગદાન આપતા અમેરિકાએ આ પુરસ્કારથી સન્માનિત કરાયા છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વતી અમેરિકામાં સ્થિત ભારતીય રાજદૂત સિંધુએ આ સન્માનનો સ્વીકાર કર્યો હતો. વિશ્વમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વૈશ્વિક રણનીતિ અને ભાગીદારીમાં મહત્વપૂર્ણ નેતૃત્વ કરી વધારો કરવામાં આવતા આ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો હતો. અમેરિકાના રાષ્ટ્રીય સલાહકાર રોબર્ટ અબ્રોહમે ભારતીય રાજદૂત સિંદુને વ્હાઇટ હાઉસમાં આ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો હતો. અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને ચીફ કમાન્ડર ઓફ લિઝન ઓફ મેરિટ દ્વારા સન્માનિત કરાયા હતા. આ પુરસ્કાર સંઘર્ષ કે ગેરસંઘર્ષભરી સ્થિતિ સામે પૂરી નિષ્ઠાથી કાર્ય કરવામાં આવે, તે માટે આપવામાં આવતો હોય છે. આ સાથે અમેરિકાએ ઓસ્ટ્રેલિયાના પ્રધાનમંત્રી અને જાપાનના પૂર્વપ્રધાનમંત્રીને પણ આ પુરસ્કાર એનાયત કરાયો છે. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
apply