Skip to main content
Settings Settings for Dark

PM નરેન્દ્ર મોદી આજરોજ વેસ્ટર્ન ડેડિકેટેડ ફ્રેઇટ કોરિડોરના ન્યૂ રેવાડી-ન્યૂ મદાર પટ્ટાને રાષ્ટ્રને સમર્પિત કરી

Live TV

X
  • PM ઇલેક્ટ્રિક ટ્રેક્શન દ્વારા સંચાલિત 1.5 કિલોમીટરની લંબાઈ ધરાવતી વિશ્વની પ્રથમ ડબલ સ્ટેક લોંગ હોલ કન્ટેઇનર ટ્રેનને લીલી ઝંડી પણ આપશે

    પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજ રોજ સવારે 11 વાગે વીડિયો કોન્ફરન્સ દ્વારા વેસ્ટર્ન ડેડિકેટેડ ફ્રેઇટ કોરિડોર (ડબલ્યુડીએફસી)ના 306 કિલોમીટરની લંબાઈ ધરાવતા ન્યૂ રેવાડી-ન્યૂ મદાર પટ્ટાને રાષ્ટ્રને સમર્પિત કરી. પ્રધાનમંત્રી આ કાર્યક્રમ દરમિયાન ન્યૂ અટેલી – ન્યૂ કિસનગઢ સુધી ઇલેક્ટ્રિક ટ્રેક્શન દ્વારા સંચાલિત વિશ્વના પ્રથમ ડબલ સ્ટેક લોંગ હોલ કન્ટેઇનર ટ્રેનને લીલી ઝંડી પણ આપી, જેની લંબાઈ 1.5 કિલોમીટર છે. આ પ્રસંગે રાજસ્થાન અને હરિયાણાના રાજ્યપાલો અને મુખ્યમંત્રીઓની સાથે કેન્દ્રીય મંત્રી પિયૂષ ગોયલ પણ ઉપસ્થિત રહ્યા હતા.

    વેસ્ટર્ન ડેડિકેટેડ ફ્રેઇટ કોરિડોરનો ન્યૂ રેવાડી-ન્યૂ મદારનો પટ્ટો હરિયાણા (અંદાજે 79 કિલોમીટર, મહેન્દ્રગઢ અને રેવાડી જિલ્લામાં) અને રાજસ્થાન (અંદાજે 227 કિલોમીટર, જયપુર, અજમેર, સિકર, નાગૌર અને અલવર જિલ્લાઓમાં)માં સ્થિત છે. આ પટ્ટામાં નવનિર્મિત નવ ડીએફસી સ્ટેશનો છે, જેમાં છ ન્યૂ ડાબલા, ન્યૂ ભગેગા, ન્યૂ શ્રી માધોપુર, ન્યૂ પચર મલિકપુર, ન્યૂ સકુન અને ન્યૂ કિશનગઢ ક્રોસિંગ સ્ટેશન પર છે, ત્યારે અન્ય ત્રણ ન્યૂ રેવાડી, ન્યૂ અટેલી અને ન્યૂ ફૂલેરા જંક્શન સ્ટેશનો છે.

    આ પટ્ટા પર અવરજવર શરૂ થવાથી રાજસ્થાન અને હરિયાણાના રેવાડી - માનેસર, નરનૌલ, ફુલેરા અને કિશનગઢ વિસ્તારોમાં વિવિધ ઉદ્યોગોને લાભ થશે તેમજ કથુવાસમાં કન્કોરના કન્ટેઇનર ડેપોનો વધારે સારો ઉપયોગ પણ થશે. આ પટ્ટો દેશમાં પશ્ચિમ દરિયાકિનારે સ્થિત ગુજરાતના કંડલા, પિપાવાવ, મુન્ધ્રા અને દહેજ બંદરો સાથે સાતત્યપૂર્ણ જોડાણ પણ સુનિશ્ચિત કરી.

    આ સેક્શનનું ઉદ્ઘાટન થવાની સાથે ડબલ્યુડીએફસી અને ઇડીએફસી વચ્ચે સાતત્યપૂર્ણ જોડાણ હાંસલ થશે. અગાઉ પ્રધાનમંત્રીએ 29 ડિસેમ્બર, 2020ના રોજ દેશને ઇડીએફસીનો 351 કિલોમીટરની લંબાઈ ધરાવતો ન્યૂ ભૌપુર-ન્યૂ ખુર્જા સેક્શન અર્પણ કર્યો હતો.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 07-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-07-2026 Max Temp : °C Min Temp : °C
apply