બર્ડફ્લૂને લઈને નવી દિલ્હીમાં કંટ્રોલ રૂમ બનાવાયો
Live TV
-
કેન્દ્ર સરકારે દેશના કેટલાક રાજ્યોમાં બર્ડફ્લૂને ધ્યાનમાં રાખી રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવેલા ઉપાયોને ધ્યાન પર લેવા માટે નવી દિલ્હીમાં નવા નિયંત્રણ કક્ષની સ્થાપના કરી છે.
રાજસ્થાન, મધ્યપ્રદેશ, હિમાચલપ્રદેશ અને કેરળના 12 વિભિન્ન સ્થાનો પર બર્ડફ્લૂ ફેલાવવાના સમાચાર પ્રાપ્ત થયા છે. કેન્દ્ર સરકારના પશુપાલન અને ડેરી વિભાગે પ્રભાવિત રાજ્યોને સલાહ આપી છે કે, તેઓ આ બીમારીના સંક્રમણને રોકવાની યોજના બનાવે.
રાજ્યોને બર્ડફ્લૂની પુષ્ટિ માટે નમૂના લઈને તપાસ કરવાના આદેશ પણ આપવામાં આવ્યા છે. રાજ્યોને આ બાબતમાં વન વિભાગ સાથે સંપર્ક કરવા પણ જણાવવામાં આવ્યું છે. અન્ય રાજ્યોને પણ સતર્કતા રાખવા જણાવવામાં આવ્યું છે. જો કે આ રોગ મનુષ્યમાં ફેલાયાના કોઈ સમાચાર પ્રાપ્ત થયા નથી.
ઉલ્લેખનીય છે કે, હિમાચલ પ્રદેશના પૌંગ બાંધમાં 1800 વિદેશી પ્રવાસીઓના મોત થયા છે. આ પક્ષીઓના મોત પાછળ બર્ડફ્લૂ હોવાની શક્યતા દર્શાવવામાં આવી રહી છે. રાજસ્થાનના બારા જિલ્લામાં 50 કાગડાઓના મોત પણ થયા છે.
