બર્ડ ફ્લુઃ હિમાચલ પ્રદેશના પૌંગ ડેમમાં 1800 વિદેશી પ્રવાસી પક્ષીઓના મૃતદેહ મળ્યા
Live TV
-
હિમાચલ પ્રદેશના કાંગડા સ્થીત પૌંગ ડેમમાં 1800 વિદેશી પ્રવાસી પક્ષીઓના મૃતદેહ મળી આવ્યા છે. આ પક્ષીઓના મોત પાછળ બર્ડ ફ્લુની શંકા વ્યકત કરવામાં આવી છે. કાંગડા જિલ્લા વહિવટી તંત્રએ ડેમ વિસ્તારમાં પ્રવાસનની ગતિવિધી પ્રતિબંધીત કરતા ડેમ ઉપર લોકોની અવર-જવર ઉપર પ્રતિબંધ લગાવ્યો છે. પૌંગ ડેમ વિસ્તારના ચાર સબ ડિવિઝનમાં માછલી તેમજ પોલ્ટ્રીના ઉત્પાદનના વેચાણ ઉપર પ્રતિબંધ લગાવ્યો છે.
સરકારે બર્ડ ફ્લુને રાજ્યની કટોકટી જાહેર કરી છે
બર્ડ ફ્લુના મુદે સંયુકત રાષ્ટ્રના રાષ્ટ્રીય સલાહકાર ડોકટર વિક્રમસિંહ, વરિષ્ટ જિલ્લા વહિવટકર્તા અને વન્યજીવન અધિકારીઓ સાથે બેઠકમાં ભાગ લેવા માટે ધર્મશાળા ગયા છે. દરમિયાન મધ્યપ્રદેશ રાજ્ય સરકારે બર્ડ ફ્લુને રાજ્યની કટોકટી જાહેર કરી છે અને મંદસોરમાં હાઇ એલર્ટ જાહેર કર્યું છે. મંદસોરના પશુપાલન વિભાગે મંદસોરમાં ચાર કાગડાના મૃતદેહમાં બર્ડ ફ્લુની પુષ્ટી કરી છે. નેશનલ ઇન્સ્ટીટ્યુટ હાઇસીક્યુરીટી એનીમલ ડિસીઝમાં મૃત કાગડાના નમુનામાં ઇન્દોર અને મંદસોરના કેટલાક નમુનામાં H5 N8 ની જાણકારી મળી છે.
કાગડાઓના અચાનક મોત
રાજ્યમાં ઇન્દોર, મંદસોર, આગ્રા, માલવા, ખરગોન અને સિહોર જિલ્લામાં 350 થી વધુ કાગડા ના અચાનક મોત થયા છે. ભોપાલની હાઇસીક્યુરીટી એનીમલ ડીસીઝ લેબમાં રાજસ્થાન, હિમાચલ પ્રદેશ, કેરલ અને એમપી ના સેમ્પલ પોઝીટીવ મળ્યા છે. જેમાં બર્ડ ફ્લુના H5 N8 મળ્યાં છે. આ લેબમાં મરધીના કોઇ સેમ્પલ મળ્યા નથી. અન્ય રાજ્યોમાંથી આવેલા સેમ્પલની તપાસ હજુ બાકી છે.
