ઉત્તર ભારતમાં શીત લહેર, લેહ લદ્દાખમાં હિમવર્ષા તો દિલ્હીમાં વરસાદ
Live TV
-
દિલ્હીમાં વરસાદ તો લેહ-લદાખમાં હિમવર્ષા, ઉત્તર ભારતમાં હાડ થિજાવતી ઠંડીની શરૂઆત
ઉત્તર ભારતમાં શીત લહેર
દિલ્હી એનસીઆર સહિત સમગ્ર ઉત્તરમાં ઠંડીનું મોજુ ફરી વળ્યું છે. પાછલાં બે દિવસોથી ક્યાંક વાદળ છાયું વાતાવરણ અથવા તો ક્યાંક વરસાદ પડી રહ્યો છે. ઉત્તર ભારતમાં હાડ થિજાવતી ઠંડી પડી રહી છે. તો દિલ્હીમાં બે દિવસથી વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. લેહ- લદાખ અને આસપાસના વિસ્તારોમાં કેટલાક મહિનાઓ પછી આજે વહેલી સવારથી હિમવર્ષા થઈ. સામાન્ય જન જીવન અટકી ગયું છે. હિમવર્ષાના લીધે રસ્તાઓ પર વાહનોની અવરજવર પણ બંધ થઈ ગઇ છે. આ વિસ્તારમાં કોલ્ડ વેવ તીવ્ર બની છે.
ગુજરાતના અલગ અલગ જિલ્લાઓમાં તાપમાન
ઉત્તર ભારત બાદ ગુજરાતની વાત કરવામાં આવે તો ગુજરાતના ત્રણ જિલ્લાઓ નલિયા, કેશોદ અને કંડલામાં સૌથી નિચુ તાપમાન નોંધવામાં આવ્યું છે. જેમાં નલિયામાં 5.6 ડિગ્રી તાપમાન સાથે સૌથી ઓછુ તાપમાન નોંધવામાં આવ્યું છે. ત્યાર બાદ કેશોદમાં 9.3, કંડલામાં 9.5 ડિગ્રી તાપમાન નોંધવામાં આવ્યું. આ સાથે જ ગાંધીનગરમાં 10.0, અમરેલિમાં 10.2, પોરબંદરમાં 10.3, ભૂજમાં 10.4, ડિસામાં 10.5, રાજકોટમાં 10.8 તાપમાન નોંધાયુ હતું.
