Skip to main content
Settings Settings for Dark

ભારત પ્રવાસ રદ કરવા બદલ બોરિસ જૉનસને પ્રધાનમંત્રી મોદી સાથે કરી વાતચીત 

Live TV

X
  • 26 જાન્યુઆરીએ પ્રજાસત્તાક દિવસની પરેડના કાર્યક્રમમાં મુખ્ય અતિથી તરીકે ભારત આવવાના હતા બોરિસ જૉનસન

    પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે વાતચીત કરી

    બ્રિટનના પ્રધાનમંત્રી બોરિસ જૉનસને ગઇકાલે ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે વાતચીત કરી હતી. બ્રિટનમાં કોરોનાના નવા સ્ટ્રેનને કારણે લોકડાઉન જાહેર કરાયું છે અને તેના કારણે બોરિસ જૉનસને પોતાનો ભારત પ્રવાસ રદ કરી દીધો છે. બોરિસ જૉનસન 26 જાન્યુઆરીએ પ્રજાસત્તાક દિવસની પરેડ કાર્યક્રમમાં મુખ્ય અતિથી બનવાના હતા. 

    પરેડ કાર્યક્રમમાં ન આવી શકવા બદલ અફસોસ 

    પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથેની વાતચીતમાં બ્રિટનના પ્રધાનમંત્રીએ કહ્યું કે પ્રજાસત્તાક દિવસની પરેડ કાર્યક્રમમાં ન આવી શકવા બદલ મને અફસોસ છે. તેમણે આશા વ્યક્ત કરી કે તેઓ જલદી ભારતનો પ્રવાસ કરશે. વાતચીત દરમિયાન ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કોવિડના પડકારોને લઇને બ્રિટનની સ્થિતિને જાણ્યા બાદ આશા વ્યક્ત કરી હતી કે બ્રિટન કોવિડના પડકારોને ઝડપથી માત આપશે. બન્ને નેતાઓએ દ્વિપક્ષી સબંધોને મજબુત કરવાની દિશામાં કામ કરવાની પ્રતિબધ્ધતા વ્યક્ત કરી હતી.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-07-2026 Max Temp : °C Min Temp : °C
apply