વિદેશમંત્રી એસ જયશંકર ત્રણ દિવસના શ્રીલંકા પ્રવાસે
Live TV
-
એસ જયશંકર શ્રીલંકાના ત્રણ દિવસના પ્રવાસ પર છે જ્યાં તેઓ દ્વિપક્ષીય મુદ્દે ચર્ચા કરશે
શ્રીલંકાના રાષ્ટ્રપતિ અને પ્રધાનમંત્રી સાથે કરશે બેઠક
વિદેશમંત્રી એસ જયશંકર ત્રણ દિવસના શ્રીલંકાના પ્રવાસે છે. તે દરમિયાન શ્રીલંકાના વિવિધ દ્વીપક્ષીય મુદ્દે વાતચીત કરશે. પોતાના પ્રવાસ દરમિયાન એસ જયશંકર આજે રાષ્ટ્રપતિ ગુદબાયા રાજપક્ષે અને પ્રધાનમંત્રી મહિન્દ્રા રાજપક્ષે સાથે બેઠક કરશે. જ્યશંકર આ દરમિયાન પોતાના સમકક્ષ દિનેશ ગુણવર્ધને સાથે મુલાકાત કરશે.
કોરોનાના કારણે પ્રવાસમાં વિશેષ વ્યવસ્થા
કોરોના મહામારીના કારણે વિદેશમંત્રીના પ્રવાસમાં વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે. વર્ષ 2021માં વિદેશમંત્રીનો આ પ્રથમ વિદેશ પ્રવાસ છે. આ પ્રવાસ દરમિયાન બન્ને દેશો વચ્ચે દ્વિપક્ષીય સબંધોમાં નિકટતા આવશે. વાતચીતના મુદામાં કોરોના વાયરસ અને તેનુ વેકસીન પણ રહેશે. ભારતે ભરોશો અપાવ્યો છે કે તેઓ પ્રાથમિકતાના આધારે પોતાના પડોશી દેશોને વેકસીન ઉપલબ્ધ કરાવશે.
