Skip to main content
Settings Settings for Dark

PM નરેન્દ્ર મોદી આજે નવી દિલ્હીમાં રાષ્ટ્રીય યુદ્ધ સ્મારક પર સ્વર્ણિમ વિજય મશાલોના સન્માન અને સ્વાગત સમારોહમાં લીધો ભાગ

Live TV

X
  • દેશભરમાં આજે વિજય દિવસની 50મી વર્ષગાંઠ ઉજવાઈ રહી છે.આ પ્રસંગે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે નવી દિલ્હીમાં રાષ્ટ્રીય યુદ્ધ સ્મારક પર સ્વર્ણિમ વિજય મશાલોના સન્માન અને સ્વાગત સમારોહમાં ભાગ લીધો હતો. તેમણે વીર શહીદોને શ્રદ્ધાંજલી અર્પણ કરી હતી. તેમણે ચાર અગ્નિમશાલોને અમર જવાન જ્યોતમાં વિલય કરી હતી. જે પહેલા 1971 ના યુદ્ધના દિગ્ગજોના ઘરમાં લઇ જવામાં આવી હતી.પ્રધાનમંત્રીએ આગંતુક પુસ્તિકામાં પોતાના ઉદ્ગાર વ્યક્ત કર્યા હતા.આ સમારોહમાં સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ પણ ઉપસ્થિત રહ્યા હતા.તેમણે વીર સૈનિકોના સન્માનમાં ટપાલ ટિકિટ બહાર પાડી હતી. પ્રધાનમંત્રી એ 50 મા વિજય દિવસ પર મુક્તિયોદ્ધાઓ અને ભારતીય સેનાના સાહસ અને બલિદાનને યાદ કર્યુ હતુ. તો કેન્દ્રિયગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહે પણ વિજય દિવસની શુભકામના પાઠવી હતી. તેમણે કહ્યું હતું કે,ભારતીય સૈનિકોની અદભૂત હિંમત અને બહાદુરીના પ્રતીક એવા 'વિજય દિવસ'ની સુવર્ણ જયંતિ પર હું બહાદુર સૈનિકોને નમન કરું છું. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-07-2026 Max Temp : °C Min Temp : °C
apply