સંસદના શિયાળુ સત્રમાં આજે કેટલાક મહત્વના બિલ રજૂ કરવામાં આવશે
Live TV
-
સંસદના શિયાળુ સત્રમાં આજે કેટલાક મહત્વના બિલ રજૂ કરવામાં આવશે.લોકસભામાં કેન્દ્રિય પર્યાવરણ મંત્રી ભુપેન્દ્ર યાદવ જૈવ વિવિધતા સંશોધન બિલ 2021 રજૂ કરશે. તો રાજ્યસભામાં આજે કોવિડ 19 ના નવા વેરિયંટ ઓમિક્રોન પર ચર્ચા કરવામાં આવશે. આ સાથે કેંદ્રિય નાણામંત્રી નિર્મલા સીતારામન માદક ઔષધિ અને મન:અસરકારક પદાર્થ સંશોધન બિલ પસાર કરવાનો પ્રસ્તાવ રજૂ કરશે. આ પહેલા ગઇકાલે સંસદના બન્ને ગૃહોની કાર્યવાહી શરૂ થતા જ વિપક્ષે સસ્પેન્ડ કરાયેલા 12 સાંસદોને લઈને ફરીથી હોબાળો કરતા રાજ્યસભા અને લોકસભા એમ બંને સદનની કાર્યવાહી એક દિવસ માટે સ્થગિત કરવામાં આવી હતી.
