Skip to main content
Settings Settings for Dark

PM નરેન્દ્ર મોદી આજે ભારત ઉર્જા સપ્તાહ-2025ની કરાવશે શરૂઆત

Live TV

X
  • 'ભારત ઊર્જા સપ્તાહ 2025' આજે મંગળવારથી નવી દિલ્હીમાં શરૂ થવા જઈ રહ્યો છે. પ્રધાનમંત્રી મરેન્દ્ર મોદી આ 4 દિવસીય મેગા ઈવેન્ટનું વર્ચ્યુઅલી ઉદ્ઘાટન કરશે. ગઈકાલે નવી દિલ્હીમાં મીડિયાને માહિતી આપતા, પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રી હરદીપ સિંહ પુરીએ જણાવ્યું હતું કે વડા પ્રધાન નરેન્દ્ર મોદી 4 દિવસીય મેગા ઈવેન્ટનું વર્ચ્યુઅલી ઉદ્ઘાટન કરશે.

    આ વિશ્વનો બીજો સૌથી મોટો ઉર્જા કાર્યક્રમ હશે. પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રી હરદીપ સિંહ પુરીએ જણાવ્યું કે,  આ કાર્યક્રમ મંત્રી અને  CEOની ભાગીદારી, પ્રદર્શન જગ્યા અને સત્રોની સંખ્યાની દ્રષ્ટિએ વિશ્વભરમાં બીજો સૌથી મોટો ઊર્જા કાર્યક્રમ હશે. 

    આ કાર્યક્રમમાં 10 દેશો પોતાના પેવેલિયન સ્થાપશે.  પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રી હરદીપ પુરીએ જણાવ્યું હતું કે દેશમાં પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજનાની સફળતાને વૈશ્વિક સ્તરે એક મોડેલ તરીકે રજૂ કરવામાં આવશે. તેમણે એ પણ માહિતી આપી કે આ કાર્યક્રમમાં કેનેડા, જર્મની, જાપાન, યુએસએ અને યુકે સહિત દસ દેશો પોતાના પેવેલિયન સ્થાપશે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 07-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 08-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 09-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 10-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 11-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 12-05-2025 Max Temp : °C Min Temp : °C
apply