Skip to main content
Settings Settings for Dark

PM નરેન્દ્ર મોદી દ્વારા પંજાબના ફાઝિલ્કામાં ચૂંટણી રેલીને સંબોધિત કરવામાં આવી

Live TV

X
  • ​પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પંજાબના ફાઝિલ્કામાં ચૂંટણી રેલીને સંબોધી હતી. રેલીને સંબોધતા તેમણે કહ્યું કે, પંજાબને નવી દ્રષ્ટિ અને નવી વિચારસરણીવાળી સરકારની જરૂર છે

    ​પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પંજાબના ફાઝિલ્કામાં ચૂંટણી રેલીને સંબોધી હતી. રેલીને સંબોધતા તેમણે કહ્યું કે, પંજાબને નવી દ્રષ્ટિ અને નવી વિચારસરણીવાળી સરકારની જરૂર છે. માત્ર ભાજપ અને તેના ગઠબંધન ભાગીદારો જ પંજાબને વિકાસના માર્ગે લઈ જઈ શકે છે અને તેને ડ્રગ માફિયા અને રેતી માફિયાઓથી મુક્તિ અપાવી શકે છે. ખેડૂતો વિશે વાત કરતાં શ્રી મોદીએ કહ્યું કે, કૃષિ સમૃદ્ધિ લાવી શકે છે અને કોંગ્રેસે ખેડૂતો માટે કંઈ કર્યું નથી. પંજાબમાં જમીનની ફળદ્રુપતા ઘટી રહી છે અને કોંગ્રેસે તેના વિશે કંઈ કર્યું નથી. સ્વામીનાથન રિપોર્ટનો પણ અમલ કર્યો ન હતો અને માત્ર NDA સરકારે જ રિપોર્ટની જોગવાઈઓ લાગુ કરી હતી. તેમણે કહ્યું કે,કેન્દ્ર દ્વારા વિક્રમજનક ખરીદી કરવામાં આવી હતી અને ખેડૂતોના ખાતામાં સીધી ચુકવણી કરવામાં આવી હતી. તેમણે કહ્યું કે, રાજ્યને એવી સરકારની જરૂર છે જે ખેડૂતોના કલ્યાણ માટે કામ કરી શકે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે,તેમની સરકારે પંજાબના દરેક ઘરમાં પીવાનું સલામત પાણી પૂરું પાડવા માટે જળ જીવન મિશન શરૂ કર્યું છે. પ્રધાનમંત્રીએ કહ્યું કે,માફિયાઓને કારણે વેપારીઓ પરેશાન છે. કોંગ્રેસની ખામીયુક્ત નીતિઓને કારણે ઉદ્યોગ સાહસિકો પંજાબમાં ઉદ્યોગો અને વેપાર સ્થાપવામાં રસ ગુમાવી રહ્યા છે. માત્ર ભાજપ જ પંજાબમાં નીતિઓમાં સુધારો કરીને અને રાજ્યને માફિયા મુક્ત બનાવીને રોકાણ લાવી શકે છે. પ્રધાનમંત્રીએ કહ્યું કે તેમની સરકારે જરૂરિયાતમંદોને મફત રાશન અને બધાને મફત કોવિડ રસીકરણ પ્રદાન કર્યું છે અને રસીકરણ લોકોના જીવન બચાવી રહ્યું છે.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
apply