વિદેશમંત્રી ડો.એસ.જયશંકર આજે જર્મની અને ફ્રાંસના છ દિવસના પ્રવાસ માટે રવાના થશે
Live TV
-
વિદેશમંત્રી સંમેલન ઉપરાંત આઝાદીના અમૃત મહોત્સવ કાર્યક્રમમાં ચર્ચાની આગેવાની કરશે
વિદેશમંત્રી એસ.જયશંકર આજે જર્મની અને ફ્રાંસના છ દિવસના પ્રવાસ માટે રવાના થશે. જર્મનીના પ્રવાસ દરમિયાન તેઓ મ્યુનિખમાં સુરક્ષા સંમેલનમાં ભાગ લેશે. ડો.જયશંકર સંમેલનમાં સહભાગી થનાર વિદેશમંત્રીઓ તેમજ અન્ય પ્રતિનિધી મંડળો સાથે દ્વિપક્ષીય બેઠક પણ કરશે. વિદેશમંત્રી સંમેલન ઉપરાંત આઝાદીના અમૃત મહોત્સવ કાર્યક્રમમાં ચર્ચાની આગેવાની કરશે.આ કાર્યક્રમમાં ભારતીય મહા વાણીજ્ય દુતાવાસ અને પ્રેક્ષક અનુસંધાન ફાઉન્ડેશન આયોજન કરી રહ્યાં છે.ડો.જયશંકર પ્રવાસના બીજા તબક્કામાં 20 ફેબ્રુઆરીએ ફ્રાન્સના વિદેશમંત્રી સાથે બેઠક કરશે. 22 ફેબ્રુઆરીના તેઓ પ્રશાંત ક્ષેત્રમાં સહયોગ માટે યુરોપીય સંધ મંત્રી સ્તરીય ફોરમમાં સામેલ થશે.સાથે યુરોપીય સંઘ અને હિન્દ પ્રશાંત ના અન્ય દેશના વિદેશમંત્રીઓ સાથે દ્વિપક્ષીય બેઠક પણ કરશે.
