PM મોદીએ આર્જેન્ટીનામાં યોગ કાર્યક્રમમાં ભાગ લીધો
Live TV
-
જી-20 શિખર સંમેલનમાં ભાગ લેવા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી બ્યુસન આયર્સમાં છે. પ્રધાનમંત્રીએ ત્યાં સાઉદી પ્રિન્સ સાથે દ્વિ-પક્ષીય મુલાકાત કરી હતી. બંને નેતાઓએ બંને દેશના હિતોને જોડતા વિવિધ મુદ્દે ચર્ચા કરી હતી.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સંયુક્ત રાષ્ટ્ર સચિવ એન્ટોરિયા ગુટરેગ સાથે મુલાકાત કરી હતી. જી20 સંમેલન દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને જાપાનના પ્રધાનમંત્રી શિંજો આબે સાથે ત્રિ-પક્ષીય બેઠક કરશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આર્જેન્ટિનાની રાજધાની બ્યુસ આયર્સમાં છે. યોગ કાર્યક્રમમાં ભાગ લીધો હતો. યોગ કાર્યક્રમનું આયોજન મોટા સભાગૃહમાં થયું હતું. જ્યાં મોટી સંખ્યામાં લોકો પ્રધાનમંત્રી મોદીને સાંભળવા આવ્યા હતા. સમારોહમાં લોકોએ પ્રધાનમંત્રી મોદીનું જુસ્સાભેર સ્વાગત કર્યું હતું. દરેકનું અભિનંદના સ્વીકારતા પ્રધાનમંત્રીએ સૌનું અભિવાદન કર્યું હતું. આર્જેન્ટિનામાં લોકો યોગ માટે દિવાનગી છે. મોટી સંખ્યામાં લોકો યોગ કરે છે. અહીં મોટી સંખ્યામાં યોગ કેન્દ્ર ચાલી રહ્યા છે. કાર્યક્રમની શરૂઆતમાં સાંસ્કૃતિક પ્રસ્તુતી રજૂ કરાઈ હતી. તેમજ સૂર્ય નમસ્કાર પણ કરવામાં આવ્યા હતા.
