Skip to main content
Settings Settings for Dark

PM મોદીએ કાશી વિશ્વનાથ મંદિરના કોરિડોરનો શિલાન્યાસ કર્યો 

Live TV

X
  • પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ઉત્તર પ્રદેશના પ્રવાસે છે, ત્યાં તેઓ ઘણાં ખાત મુહુર્ત અને વિકાસ યોજનાઓના લોકાર્પણ કરશે.  આ ઉપરાંત પ્રધાનમંત્રી કાનપુરમાં પનકી વિજળીઘર વિસ્તારનો શિલાન્યાસ અને લખનૌમાં મુનશી પુલીયા મેટ્રોનું  કાનપુરથી વિડિયો કોન્ફરન્સ દ્વારા  ઉદ્દઘાટન કરશે. ત્યારબાદ પ્રધાનમંત્રી ગાઝીયાબાદ જશે અને ત્યાં 32 હજાર કરોડ રૂપિયાની ઘણી યોજના શરૂ કરાવશે.

    જેમાં હિંદોન એરબેઝ ઉપર નાગરિક ઉડાન સેવા અને દિલ્હી મેટ્રોના 9.4 કિલોમીટર લાંબા દિલશાદ ગાર્ડન નવું બસ સ્ટેશન, ગાઝીયાબાદ ખનકાનું ઉદ્દઘાટન  સામેલ છે. આ ઉપરાંત દિલ્હીથી મેરઠ માટે  રેપીડ રેલ પરિયોજનાની આધાર શીલા રાખશે  જેનાથી દિલ્હીથી મેરઠ  એક કલાકમાં પહોંચી શકાશે.  ઉત્તર પ્રદેશના પ્રવાસમાં પ્રથમ તબક્કામાં  પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ઉત્તરપ્રદેશના વારાણસી પહોંચ્યા છે.

    અહીં તેમણે શાસ્ત્રોકત વિધી વિધાન સ્તુતી સાથે  ભગવાન કાશી વિશ્વનાથ દાદા સમક્ષ નમન કરીને પુજા અર્ચના કરી હતી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કાશી વિશ્વનાથ કોરિડોરનો શિલાન્યાસ વિધિવિધાન સાથે કર્યો હતો. તેમજ તખ્તીનું અનાવરણ કર્યું હતું. 

    ત્યાર બાદ પરિસરમાં આવેલા વિવિધ મંદિરની જાત માહિતી મેળવી હતી.  આ કોરિડોર માટે  300 મીલકતના માલિકોએ  સહયોગ આપ્યો છે.  જે માટે આ પરિસરમાં રહેતા લોકોએ મોટુ દાન આપ્યું છે.  તેમના કારણે આ સ્વપ્ન પુરૂ થવાનો  પ્રારંભ થયો છે.  હવે પુરાતત્વને બચાવી  આધુનિક યોજના બની રહી છે. જેથી હવે વારાણસીની દુનિયાભરમાં નવી ઓળખ ઉભી થશે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
apply