અયોધ્યા ભૂમિ વિવાદનું સમાધાન થશે મધ્યસ્થતાથી, 3 સભ્યોની બની કમિટી
Live TV
-
અયોધ્યા ભૂમિ વિવાદમાં મધ્યસ્થતાને લઈ સુપ્રીમ કોર્ટે આજે એક મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે. સુ્પ્રીમ કોર્ટે કહ્યું કે આ મામલાનું નિરાકરણ મધ્યસ્થતાથી કાઢવામાં આવે. અને મધ્યસ્થતા માટે રિટાયર્ડ જસ્ટિસ ઈબ્રાહિમ ખલી ફુલ્લાહની અધ્યક્ષતામાં ત્રણ સભ્યોની કમિટી બનાવવામાં આવી છે.
આ કમિટીમાં આધ્યાત્મિક ગુરુ શ્રી શ્રી રવિશંકર અને સીનિયર વકીલ શ્રી રામ પંચુનો સમાવેશ થાય છે. તો મધ્યસ્થતાની સુનાવણી પર મીડિયા રિપોર્ટીંગ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. સુપ્રીમ કોર્ટે આ સમગ્ર મધ્યસ્થતાનો ફાઈનલ રિપોર્ટ 8 સપ્તાહમાં , જમા કરાવવા આદેશ કર્યો છે. જ્યારે પ્રથમ રિપોર્ટ 4 સપ્તાહમાં , જમા કરાવવા પણ આદેશ કર્યો છે. તો મધ્યસ્થતાની સમગ્ર સુનાવણી ફૈઝાબાદમાં જ હાથ ધરવામાં આવશે. અને ફૈઝાબાદમાં થનારી સુનાવણીની તમામ વ્યવસ્થા રાજ્ય સરકારે કરવાની રહેશે.
ઉલ્લેખનીય છે કે, અયોધ્યાની વિવાદાસ્પદ, 2.77 એકર જમીન પર ત્રણ પક્ષકારો સુન્ની વકફ બોર્ડ, નિર્મોહી અખાડા અને રામલલાને સરખા હિસ્સામાં વહેચવાનો અલ્હાબાદ હાઈકોર્ટે વર્ષ 2010માં ચુકાદો આપ્યો હતો. પરંતુ આ ચુકાદાની વિરુદ્ધ 14 અપીલો સુપ્રીમ કોર્ટમાં કરવામાં આવી હતી. અને આજ અપીલોની સુનાવણી દરમિયાન મધ્યસ્થતા વિવાદના સમાધાનની ફોર્મ્યુલા સુપ્રીમ કાર્ટે કાઢી છે.
